બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / E85 ઇંધણનો ભારતમાં પ્રારંભ: પેટ્રોલ કરતાં સસ્તુ અને પર્યાવરણ માટે લાભદાયી વિકલ્પ, જાણો ભાવ

નેશનલ / E85 ઇંધણનો ભારતમાં પ્રારંભ: પેટ્રોલ કરતાં સસ્તુ અને પર્યાવરણ માટે લાભદાયી વિકલ્પ, જાણો ભાવ

Priykant Shrimali

Last Updated: 08:13 AM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

E85 Petrol Launch : હાલમાં દિલ્હીમાં પ્રથમ E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ થયું છે, પરંતુ આગામી સમયમાં આ નેટવર્કને મોટા પાયે વિસ્તૃત કરવાની યોજના, અહીં જાણો શું હોય છે આ E85 ઇંધણ?

E85 Petrol Launch : ભારતમાં સ્વચ્છ અને આત્મનિર્ભર ઊર્જા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં પ્રથમ E85 ઇંધણ સ્ટેશન શરૂ થતાં હવે ઉચ્ચ ઇથેનોલ આધારિત ઇંધણ સામાન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ બન્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇંધણને પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી પહેલા જાણો શું છે E85 ઇંધણ?

E85 એ એવું ઇંધણ છે જેમાં લગભગ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. હાલમાં દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા E20 પેટ્રોલમાં માત્ર 20 ટકા ઇથેનોલ હોય છે. ઇથેનોલ શેરડી, મકાઈ અને ચોખા જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે તેનું ઉત્પાદન સ્થાનિક સ્તરે સરળતાથી થઈ શકે છે.

કિંમતમાં મોટો ફાયદો

દિલ્હીમાં E85 ઇંધણની કિંમત પ્રતિ લિટર ₹82.12 રાખવામાં આવી છે, જે સામાન્ય પેટ્રોલની સરખામણીએ આશરે ₹20 સુધી સસ્તું પડે છે. આ કારણે ભવિષ્યમાં E85 ઇંધણ ગ્રાહકો માટે ખર્ચ બચાવવાનો સારો વિકલ્પ બની શકે છે.

E85 સ્ટેશનોનું વિસ્તરણ

હાલમાં દિલ્હીમાં પ્રથમ E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ થયું છે, પરંતુ સરકાર આગામી સમયમાં આ નેટવર્કને મોટા પાયે વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે. શરૂઆતમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈ-પુણે-નાગપુર જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં અનેક નવા સ્ટેશનો સ્થાપિત થશે. વર્ષના અંત સુધીમાં લગભગ 500 સ્ટેશન અને આગામી વર્ષોમાં હજારો E85 સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હિમાચલથી હરિયાણા સુધી ભૂકંપના પ્રચંડ ઝટકા: રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા

કયા વાહનોમાં E85નો ઉપયોગ થઈ શકે?

E85 ઇંધણ દરેક વાહન માટે યોગ્ય નથી. તેનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા ખાસ એન્જિનવાળા વાહનોમાં જ થઈ શકે છે. આવા વાહનોમાં ઇંધણના વિવિધ મિશ્રણોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. તાજેતરમાં કેટલાક વાહન ઉત્પાદકોએ ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ્સ રજૂ કર્યા છે. ખાસ કરીને બે-વ્હીલર અને કાર સેગમેન્ટમાં નવી ટેક્નોલોજી સાથેના મોડલ્સ બજારમાં આવવાની શરૂઆત થઈ છે. આ વાહનો E85 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર અસરકારક રીતે કામગીરી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E85 Fuel Ethanol Fuel Flex Fuel Vehicle
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ