બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 PM, 5 June 2026
દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે કેન્દ્ર સરકાર વૈકલ્પિક અને સ્વદેશી ઇંધણ (Alternative Fuel) ને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા કેન્દ્ર સરકારે દિલ્હીમાં દેશના પહેલા E85 ફ્યુઅલ સ્ટેશનની શરૂઆત કરી દીધી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઇન્ડિયન ઓઇલના પુસા રોડ આઉટલેટ પર આ ખાસ ફ્યુઅલ સ્ટેશનનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ નવું ઇંધણ સામાન્ય પેટ્રોલના ભાવની સરખામણીમાં સીધું 20 રૂપિયા સસ્તું મળી રહેશે.
ADVERTISEMENT
ઘણા ગ્રાહકોના મનમાં પ્રશ્ન થાય કે E85 ઇંધણ એટલે શું? વાસ્તવમાં આ ઇંધણનું રસાયણિક માળખું નીચે મુજબ છે:
ADVERTISEMENT
85% ઇથેનોલ: આ ફ્યુઅલમાં 85 ટકા હિસ્સો ઇથેનોલ (Ethanol) નો હોય છે.
15% પેટ્રોલ: તેમાં માત્ર 15 ટકા જ શુદ્ધ પેટ્રોલ મિક્સ કરવામાં આવે છે.
ADVERTISEMENT

આ ઇંધણમાં ઇથેનોલનું મિશ્રણ ઘણું વધારે હોવાને કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. સૌથી મહત્વની વાત એ છે કે ઇથેનોલનું ઉત્પાદન દેશમાં જ કૃષિ આધારિત કાચા માલ (જેમ કે શેરડી, અનાજ) માંથી કરવામાં આવે છે, જેનાથી વિદેશી આયાત બિલ ઘટશે અને ભારતના ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે.
ADVERTISEMENT
જો આપણે કિંમતની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં E85 ઇંધણની કિંમત 82.12 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. હાલમાં બજારમાં વેચાતા E20 પેટ્રોલ (જેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે) ની સરખામણીમાં આ નવું ફ્યુઅલ આશરે 20 રૂપિયા સસ્તું છે. ગ્રાહકોની સુવિધા માટે ફ્યુઅલ સ્ટેશનો પર E85 ના ડિસ્પેન્સર (પંપ) પર અલગ બ્રાન્ડિંગ અને ખાસ લેબલિંગ કરવામાં આવ્યું છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય.
ADVERTISEMENT
ખાસ નોંધ: વર્તમાન સમયમાં દોડતા સામાન્ય પેટ્રોલ વાહનોમાં આ E85 ઇંધણનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઇંધણનો ઉપયોગ કરવા માટે ખાસ ટેક્નોલોજીથી ડિઝાઇન કરાયેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (Flex-Fuel Vehicles) ની જરૂર પડે છે.

ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સરકારના ભવિષ્યના રોડમેપ અંગે જણાવ્યું કે, સરકાર હાલમાં દિલ્હી-એનસીઆર, પુણે, મુંબઈ અને નાગપુર જેવા મોટા શહેરોમાં 50 થી 100 જેટલા ઇથેનોલ ફ્યુઅલ સ્ટેશનો સ્થાપી રહી છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ નેટવર્ક ઝડપથી વિસ્તરીને વર્ષ 2026 ના અંત સુધીમાં દેશભરમાં 500 સ્ટેશનો સુધી પહોંચી જશે.
આ પણ વાંચોઃ નેશનલ / Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જો દેશમાં યુરો 6 સ્ટાન્ડર્ડના વાહનોને E100 ઇંધણને અનુકૂળ બનાવી શકાય, તો ભારતને વાર્ષિક અંદાજે 120 અબજ અમેરિકન ડોલરના કાચા તેલની આયાત ઘટાડવામાં બહુ મોટી મદદ મળશે. ભારતે ઓલરેડી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક સમય પહેલાં જ હાંસલ કરી લીધો છે, જેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ફ્લેક્સ-ફ્યુઅલ કાર અને બાઇકની સંખ્યા વધતાની સાથે જ E85 દેશમાં સૌથી લોકપ્રિય અને સસ્તો વિકલ્પ બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.