બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની જનસભામાં PM મોદીએ 12માં ધોરણના વિદ્યાર્થી દેવ પટેલે બનાવેલું ચિત્ર સ્વીકાર્યું, ખૂબ કર્યાં વખાણ
Last Updated: 09:02 PM, 5 June 2026
કહેવાય છે કે જો કોઈ વસ્તુને સાચા દિલથી ચાહો અને તેના માટે તનતોડ મહેનત કરો, તો ઈશ્વર પણ તમારી ઈચ્છા પૂરી કરે છે. આવો જ એક ભાવુક અને પ્રેરણાદાયી કિસ્સો ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં રહેતા અને ધોરણ 12 માં અભ્યાસ કરતા દેવ પટેલ નામના એક સામાન્ય વિદ્યાર્થીની વર્ષોની મહેનત અને અદમ્ય ઈચ્છાશક્તિ આખરે રંગ લાવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના જીવનના સર્વોચ્ચ આદર્શ માનતા દેવે વડાપ્રધાનનું એક ભવ્ય અને વિશાળ પોર્ટ્રેટ ચિત્ર તૈયાર કર્યું હતું, જેને સ્વયં પ્રધાનમંત્રીએ મંચ પરથી સ્વીકારીને આ યુવાન આર્ટિસ્ટને અવિસ્મરણીય ક્ષણોની અમૂલ્ય ભેટ આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આજકાલના ડિજિટલ યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટરથી ચિત્રો બને છે, ત્યાં દેવ પટેલે સાચી કલાનું પ્રદર્શન કર્યું છે. આ વિશાળકાય પોર્ટ્રેટ ચિત્રને તૈયાર કરવા માટે દેવે કોઈ મોંઘા કલર્સ કે આધુનિક ટૂલ્સનો ઉપયોગ નથી કર્યો. તેણે માત્ર સામાન્ય પેન્સિલ અને રબર (ઇરેઝર) ના સમન્વયથી આ આબેહૂબ સ્કેચ તૈયાર કર્યો છે. વડાપ્રધાનના ચહેરાના હાવભાવ અને એક-એક રેખાને ચિત્રમાં કંડારવા માટે દેવ પટેલને પૂરેપૂરા એક વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. એક વર્ષ સુધી રાત-દિવસ એક કરીને તેણે પોતાના આરાધ્ય સમાન વડાપ્રધાનનું આ ચિત્ર પૂરું કર્યું હતું.
Surat, Gujarat: Dev Patel, a young artist from Surat who created a portrait of Prime Minister Narendra Modi, says, ''When I was a child, I used to watch Modi ji on TV and mobile. I have been making paintings for many years. Looking at him and his work, I felt that something has… pic.twitter.com/ZB4arVN0aa
— IANS (@ians_india) June 5, 2026
ADVERTISEMENT
ચિત્ર તૈયાર થઈ ગયા બાદ પણ દેવ પટેલ સામે સૌથી મોટો પડકાર એ હતો કે આ ચિત્ર દેશના પ્રધાનમંત્રી સુધી પહોંચાડવું કેવી રીતે? દેવની તીવ્ર ઈચ્છા હતી કે તે આ ચિત્ર કોઈ વચેટિયા વગર સીધું વડાપ્રધાનના હાથોમાં જ અર્પણ કરે. આ ઈચ્છા સાથે દેવ છેલ્લા બે વર્ષથી યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો. આખરે, બે વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આજના આ જાહેર કાર્યક્રમમાં દેવની કિસ્મત ખુલી હતી. તે વડાપ્રધાનના આજના કાર્યક્રમમાં આ વિશાળ ચિત્ર સાથે મન ભરીને આશા લઈને પહોંચ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પરથી જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે સભાખંડમાં પાછળ ઊભેલા દેવ પટેલ અને તેના હાથમાં રહેલા વિશાળ ચિત્ર પર પીએમ મોદીની નજર પડી હતી. ચાલુ સંબોધને જ વડાપ્રધાન આ આકર્ષક અને જીવંત ચિત્રને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ચિત્ર તરફ આકર્ષાયા હતા. તેમણે પોતાના ચાલુ ભાષણમાં જ મંચ પરથી આ સુરતી યુવકની અદભુત કલાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. એટલું જ નહીં, પીએમ મોદીએ દેવની ભાવનાને માન આપીને તે ચિત્રને સન્માનપૂર્વક મંચ પર મંગાવ્યું હતું અને દેવ પટેલના હાથે આ ભવ્ય ભેટનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાનના આ આદરભાવ અને કલા પ્રત્યેના પ્રેમને જોઈને ત્યાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી દીધું હતું અને દેવ પટેલની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.