બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:46 PM, 5 June 2026
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણની મુલાકાત દરમિયાન વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. સુરતની મુલાકાત બાદ દમણ પહોંચેલા વડાપ્રધાનનું ભવ્ય રોડ શો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ દમણમાં અંદાજે ₹3,000 કરોડના 53 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. તેમાં 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને 15 નવા પ્રોજેક્ટ્સના શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ દમણમાં આધુનિક સુવિધાઓનો વિકાસ કરીને પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે.
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને આધુનિક સુવિધાઓથી સજ્જ નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. નવા એરપોર્ટથી દમણ હવે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો સાથે વધુ સારી હવાઈ કનેક્ટિવિટી મેળવશે, જેના કારણે ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પર્યાવરણ અને સૌર ઊર્જા પર ભાર
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દમણમાં એક લાખ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ પણ યોજાયો. વડાપ્રધાને જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશે સરકારી ઈમારતોમાં 100 ટકા સૌર ઊર્જાનો ઉપયોગ કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઉમેર્યું કે ઘરોમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની પહેલથી પરિવારોને સ્વચ્છ ઊર્જા સાથે વધારાની આવક પણ મળી શકે છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે દીવમાં દિવસ દરમિયાન જરૂરી વીજળીનો મોટો ભાગ સૌર ઊર્જા દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે હરિત વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.
ADVERTISEMENT
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે
જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે વર્ષ 2025-26 દરમિયાન ભારતે 7.7 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો છે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 140 કરોડ દેશવાસીઓના સંયુક્ત પ્રયાસોથી ભારત તમામ પડકારોનો સામનો કરીને વધુ ઝડપથી આગળ વધશે.
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi felicitated as he takes the stage at a public rally in Daman.
— ANI (@ANI) June 5, 2026
Prime Minister will inaugurate, dedicate to the nation and lay the foundation stone of development projects worth around Rs 2,970 crore in Daman
(Source: DD News) pic.twitter.com/m0J8pCplzW
દમણ અને દીવના વિકાસને નવી દિશા
વડાપ્રધાને જણાવ્યું કે દમણ અને દીવે દાયકાઓ સુધી વિકાસના સપના જોયા હતા અને હવે તે સપનાઓ સાકાર થતા જોવા મળી રહ્યા છે. વિકાસના નવા પ્રોજેક્ટ્સ યુવાનો માટે રોજગારી અને ઉદ્યોગોના નવા અવસરો ઊભા કરશે.
તેમણે પોતાના જૂના સંબંધોને યાદ કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન બનતા પહેલાં પણ તેમને અનેક વખત દમણ આવવાનો મોકો મળ્યો હતો. તેમણે દમણને “આખા ભારતની ઝલક દર્શાવતું સ્થળ” ગણાવ્યું.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates New Terminal Building of NAMO Airport in Daman.
— ANI (@ANI) June 5, 2026
(Video: DD News) pic.twitter.com/iYuEInz2oH
લક્ષદ્વીપ માટે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ
દમણથી જ વડાપ્રધાન મોદીએ લક્ષદ્રીપ માટે આશરે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. તેમાં કલ્પેન ટાપુ અને કદમત ટાપુખાતે આધુનિક બંદર સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ્સથી મુસાફરો અને કાર્ગો પરિવહન વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે. સાથે જ માછીમારી, પ્રવાસન, બોટ મરામત અને અન્ય સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
#WATCH | Daman | Prime Minister Narendra Modi says, "...The global economy is experiencing a phase of uncertainty. Even amidst this challenging period, India stands strong, not only through the collective efforts of its 140 crore citizens but also by successfully stepping forward… pic.twitter.com/dacY09ZBxi
— ANI (@ANI) June 5, 2026
વિશાળ જનમેદનીની હાજરી
વડાપ્રધાનની જાહેર સભામાં દમણ તેમજ ગુજરાતના આસપાસના વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક સ્તરે સ્વચ્છતા અભિયાન અને જનસંપર્ક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ઈકોનોમીની દોડી ગાડી! 2026માં 7.7 ટકા રહ્યો ગ્રોથ, ચોથા ત્રિમાસિકમાં જોરદાર ઉછાળો
દમણની આ મુલાકાત દરમિયાન વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને કનેક્ટિવિટીના સંયોજન સાથે વડાપ્રધાન મોદીએ પ્રદેશના ભવિષ્ય માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓને ગતિ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.