બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત: રિક્ષા રોડની સાઈડમાં ખાબકતા એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

રાજકોટ / ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા રોડની સાઈડમાં ખાબકતા એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

Vishal Khamar

Last Updated: 10:48 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ધોરાજીમાં રિક્ષા ચાલકે અકસ્માત સર્જી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, જેતપુર રોડ પર એક રિક્ષાચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા રિક્ષા રોડની સાઈડમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિકો મદદે દોડ્યા

અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં રિક્ષા અચાનક બેકાબૂ બની રોડની સાઈડ તરફ ખાબકતી જોવા મળે છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ GSRTCમાં ડ્રાઈવર કંડકટરની ભરતી જાહેર, જાણો કેટલી જગ્યાઓ અને અરજી કેવી રીતે કરવી?

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત પાછળ બેદરકારી, વધુ ઝડપ કે અન્ય કોઈ તકનિકી કારણ જવાબદાર છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Police Rajkot Accident
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ