ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની જનસભામાં PM મોદીએ વિરોધીઓને આપ્યો જવાબ, લાગ્યા, મોદી-મોદીના નારા, જુઓ શું કહ્યું

સુરત / સુરતની જનસભામાં PM મોદીએ વિરોધીઓને આપ્યો જવાબ, લાગ્યા, મોદી-મોદીના નારા, જુઓ શું કહ્યું

Published By: Vishal Khamar

Last Updated: 07:48 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતવાસીઓને મોટી ભેટ આપીછે. વડાપ્રધાને સુરત સહિત કુલ સાત જિલ્લાઓ માટે અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

ADVERTISEMENT

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત વિકસિત થઈ રહેલા અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

હજીરા ખાતેની મુલાકાત બાદ વડાપ્રધાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. કુલ મળીને અંદાજિત રૂ. 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પો 8 વિભાગોમાં જાહેર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત રૂ. 13,926 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે રૂ. 4,852 કરોડના 5 નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોનો ઉદ્દેશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને ક્ષેત્રીય કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો હોવાનું જણાવાયું છે.

કેમ છો બધા... અને આપણું સુરત મજામાં... કહી સુરતવાસીઓના હાલચાલ પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગગનભેદી 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. જે બાદ વડાપ્રધાને સુરતવાસીઓને સંબોધન કરતા કહ્યું કે,કેમ છો બધા... અને આપણું સુરત મજામાં... કહી સુરતવાસીઓના હાલચાલ પૂછ્યા હતા. આ મંચ પરથી તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી કનુભાઈ માવાણીને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જનમેદનીમાં એક આકર્ષક પોસ્ટર જોઈને પીએમ મોદીએ તે પોતાની પાસે મંગાવ્યું હતું અને તે બનાવનારના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

સુરતમાં વડાપ્રધાનનો કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ દેશમાં અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવી રહી છે અને હવે જનતા વારંવાર તેને નકારી રહી છે.તેમણે દાવો કર્યો કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે અને દેશની જનતા વિકાસ અને સ્થિરતાને પસંદ કરે છે.

“દેશ અરાજકતા નહીં, વિકાસ અને સ્થિરતા પસંદ કરે છે”: વડાપ્રધાન

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતની જનતા અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને સ્વીકારતી નથી. તેમણે તાજેતરના ચૂંટણી પરિણામોને ઉલ્લેખીને કહ્યું કે વિવિધ રાજ્યોમાં મળેલા જનાદેશથી સ્પષ્ટ થાય છે કે લોકો વિકાસની રાજનીતિ સાથે છે.

સુરતમાં ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન, શ્રમિકોને મળશે લાભ

સુરતમાં નવી આધુનિક ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ હોસ્પિટલ ખાસ કરીને શ્રમિકો અને તેમના પરિવાર માટે આરોગ્ય સેવાઓમાં વધારો કરશે.અધિકારીઓના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાંથી આવેલા કામદારોને પણ અહીં સારવારનો લાભ મળશે.

દાહોદ-બોડેલી-વાપી કોરિડોરથી આદિવાસી વિસ્તારોમાં વિકાસની આશા

દાહોદ-બોડેલી-વાપી કોરિડોરને કારણે તાપી અને નર્મદા વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે.આ પ્રોજેક્ટથી છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોને ઉદ્યોગો સાથે જોડવામાં મદદ મળશે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.

“આત્મનિર્ભર ભારત પર વિશ્વાસ વધે છે” : વડાપ્રધાન

વડાપ્રધાને જણાવ્યું કે કેટલાક લોકો આત્મનિર્ભર ભારત અભિયાનની ટીકા કરે છે, પરંતુ સરકારે છેલ્લા વર્ષોમાં અનેક ક્ષેત્રોમાં સ્વદેશી ક્ષમતાઓ વધારી છે.તેમણે કહ્યું કે ભારત હવે અનેક ક્ષેત્રોમાં બીજા દેશો પર નિર્ભરતા ઘટાડીને આગળ વધી રહ્યું છે.

હજીરા બનશે ગ્રીન સ્ટીલ અને મેરિટાઇમ હબ

સુરતના હજીરા વિસ્તારને લઈને વડાપ્રધાને કહ્યું કે તે હવે માત્ર ઔદ્યોગિક વિસ્તાર નહીં પરંતુ એનર્જી, સ્ટીલ, ડિફેન્સ પ્રોડક્શન અને ગ્લોબલ ટ્રેડનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે. ભવિષ્યમાં હજીરા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે પણ ઓળખાશે.

સ્વચ્છ અને ગ્રીન સુરત તરફ આગળ વધતું શહેર

સુરતમાં ઈલેક્ટ્રિક બસો, વેસ્ટ વોટર રિસાયક્લિંગ અને સર્ક્યુલર વોટર ઇકોનોમી જેવા પ્રોજેક્ટ્સને કારણે શહેરને ગ્રીન અને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ મુજબ, આવનારા સમયમાં શહેરની તમામ બસો ઈલેક્ટ્રિક બનાવવા તરફ પ્રયત્ન ચાલી રહ્યા છે.

ભારતે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મોટો પગલું ભર્યું

ભારતે ઊર્જા ક્ષેત્રમાં છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે, જેના કારણે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ મજબૂત બન્યો છે. સાથે જ રેલવેના વિદ્યુતિકરણને ગતિ આપવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ કામગીરી વધારવામાં આવી છે, જ્યારે વીજળીના ટ્રાન્સમિશન નેટવર્કને આધુનિક બનાવવામાં આવ્યું છે. ગેસ પાઇપલાઇન નેટવર્કના વિસ્તરણ અને પોર્ટ ક્ષમતા વધારવાથી ઊર્જા અને વેપાર બંને ક્ષેત્રોને નવી ગતિ મળી છે.

સોલાર એનર્જીમાં ભારત વિશ્વના ટોપ-5 દેશોમાં

ભારતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપી વિકાસ કરીને વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. સરકારના જણાવ્યા અનુસાર, 12 વર્ષ પહેલા જ્યાં સૌર ઊર્જાનું ઉત્પાદન ન્યૂનતમ સ્તરે હતું, ત્યાં આજે ભારત વિશ્વના ટોપ-5 સોલાર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે. આ પ્રગતિને દેશની ઊર્જા આત્મનિર્ભરતા તરફના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. વૈશ્વિક ઊર્જા સંકટના સમયમાં ભારતે પરંપરાગત અને નવીકરણીય ઊર્જા બંને ક્ષેત્રમાં રોકાણ વધારીને સ્થિર સપ્લાય સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કર્યું છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સુરતમાં 18,100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યાં હાજર

વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની આર્થિક અને ઊર્જા સ્થિરતા પર ભાર

તાજેતરના વૈશ્વિક પરિસ્થિતિઓકોરોના મહામારી, આંતરરાષ્ટ્રીય યુદ્ધો અને ઊર્જા સંકટએ દુનિયાભરમાં અસંતુલન ઊભું કર્યું છે. પેટ્રોલ અને ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ તથા સપ્લાય ચેઇનમાં અવરોધ વચ્ચે પણ ભારતે સ્થિરતા જાળવવાનો પ્રયાસ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Daman Development PM Modi Surat Visit

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ