બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રીબડાના ચકચારી અમિત ખુંટ આપઘાત કેસમાં સંકળાયેલ પૂજાનું કાર અકસ્માતમાં મોત, જાણો આખી ઘટના
Last Updated: 07:25 PM, 5 June 2026
શ્રીનાથગઢ-મોવિયા રોડ વચ્ચે શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં અમિત ખુંટ કેસ સાથે સંકળાયેલ પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ
પ્રાથમિક માહિતી અનુસાર પૂજા રાજગોર અને તેમના પરિવારજનો સાસણથી પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર અચાનક કાબૂ બહાર જઈ રસ્તા પાસે આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને પૂજા રાજગોરનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT

પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો
ઉલ્લેખનીય છે કે અકસ્માતના અંદાજે 21 કલાક પહેલાં જ પૂજા રાજગોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અજાણ્યા પુરુષ સાથે કપલ ફોટો શેર કર્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે પોલીસ દ્વારા આ બાબતને અકસ્માત સાથે જોડીને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાયદાના ધજાગરા ઉડાવતી 'મોતની સવારી'
સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
ADVERTISEMENT
ઘટનાના પગલે વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે ઘાયલોના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.