બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાતો કરીએ છીએ', રાજકોટમાં બાગેશ્વર બાબાએ ટીકાકારોને આપ્યો જવાબ

રાજકોટ / 'અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાતો કરીએ છીએ', રાજકોટમાં બાગેશ્વર બાબાએ ટીકાકારોને આપ્યો જવાબ

Ajitsinh Jadeja

Last Updated: 06:27 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Shastri Rajkot News: વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયુ છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહે છે. બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય હનુમાન કથા અને ભવ્ય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને આગામી ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે.

ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે દરેક જગ્યાએ માતા સીતા કરતા પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે. અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની અને ધર્માંતરણ અટકાવવાની વાત કરીએ છીએ. અમારા પર ટિપ્પણી કરવાવાળાઓને પણ અમે થેન્ક યું કહેશું. તેમણે વધુમાં કહ્યુ કે ક્યારેક એ લોકો ઉપર પણ ટિપ્પણી કરો કે જેઓ દેશમાં લવ જેહાદ ફેલાવવા માંગે છે.

VTV ADD

આ પણ વાંચોઃ ચેતવતો કિસ્સો / મોલમાં યુવતી સાથે અફઝલે ખેલ્યો 'લવ જેહાદ'નો ખેલ, રજિસ્ટ્રેશન કરતા ભાંડો ફૂટ્યો

કેમ થયો વિવાદ

બીજી તરફ બાબા બાગેશ્વરના રાજકોટ આગમનની સાથે ‘દિવ્ય દરબાર’ તેમજ ‘ચિઠ્ઠી પરચી’ પ્રથાને લઈને મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોના દાવાને પડકાર્યા છે. જેને પગલે શહેરમાં વાતાવરણ ગરમાયું છે. વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhirendra Shastri Baba Bageshwar Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ