ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મોલમાં યુવતી સાથે અફઝલે ખેલ્યો 'લવ જેહાદ'નો ખેલ, રજિસ્ટ્રેશન કરતા ભાંડો ફૂટ્યો

ચેતવતો કિસ્સો / મોલમાં યુવતી સાથે અફઝલે ખેલ્યો 'લવ જેહાદ'નો ખેલ, રજિસ્ટ્રેશન કરતા ભાંડો ફૂટ્યો

Published By: Vishal Khamar

Last Updated: 01:12 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પ્રેમની આડમાં જેહાદની રમતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી શખ્સે માસૂમ દીકરીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાના આક્ષેપ સાથે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. અફઝલ દલ નામના યુવકે યુવતી સાથે છુપાઈને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે અરજી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે.

યુવકે યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન નોંધણી માટે અરજી કરી

માહિતી મુજબ યુવક અને યુવતી રાજકોટના બિગ બજાર મોલમાં સાથે નોકરી કરતા હતા. નોકરી દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને બાદમાં નજીકતા વધી હોવાનું કહેવાય છે. ત્યારબાદ યુવકે યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન નોંધણી માટે અરજી કરી હતી.

ઘટનાની જાણ થતા યુવતીના માતા-પિતા ચિંતિત બન્યા

આ ઘટનાની જાણ થતા યુવતીના માતા-પિતા ચિંતિત બન્યા હતા અને તાત્કાલિક જ્ઞાતિના અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો. અગ્રણીઓની દખલ બાદ લગ્ન નોંધણી પ્રક્રિયા અને અરજી રદ કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી

યુવતીની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તેને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છે. પરિવારજનોએ પોતાની દીકરીને સહીસલામત પરત સોંપવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ હવેથી અમદાવાદમાં ગેરકાયદે વૃક્ષો કાપનારની ખેર નહીં, કરાશે કાર્યવાહી

વિશ્વ હિંદુ પરિષદ પણ પીડિત પરિવારના સમર્થનમાં જોડાઈ

આ સમગ્ર મામલે વિશ્વ હિંદુ પરિષદ પણ પીડિત પરિવારના સમર્થનમાં જોડાઈ હોવાનું જાણવા મળે છે. ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પોલીસ અથવા સત્તાવાર તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot love jihad Rajkot news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ