ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી અમદાવાદમાં ગેરકાયદે વૃક્ષો કાપનારની ખેર નહીં, કરાશે કાર્યવાહી
Last Updated: 12:43 PM, 29 May 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વધુ સક્રિય બની છે. શહેરના મેયરે આજે ગ્યાસપુર અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ ગ્રીન પ્રોજેક્ટ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT
મેયર હિતેષ બારોટે કર્યુ કામગીરીનું નિરીક્ષણ
મેયરે ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ હેઠળ કરવામાં આવેલા વૃક્ષારોપણની સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ પાસેથી વૃક્ષોના વિકાસ, જાળવણી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મેયરે જણાવ્યું હતું કે શહેરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT

વૃક્ષો કાપનાર સામે વધુ કડક કાર્યવાહી અંગે વિચારણા
ADVERTISEMENT
નિરીક્ષણ દરમિયાન ગેરકાયદે રીતે વૃક્ષો કાપવાના બનાવોને લઈને પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મેયરે સ્પષ્ટ જણાવ્યું હતું કે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT
AMC રાજ્ય સરકારને કરશે રજૂઆત
AMC દ્વારા ગેરકાયદે વૃક્ષો કાપનારાઓ સામે સીધો ગુનો નોંધાય તેવી જોગવાઈ કાયદામાં ઉમેરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સાથે જ વર્તમાન કાયદામાં જરૂરી સુધારા કરવા માટે પણ રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવાની તૈયારી હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ થશે દાખલ
મેયરે જણાવ્યું હતું કે શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે અને અમદાવાદને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે AMC પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચેતજો!અમદાવાદમાં ઈબોલા વાયરસનો પહેલો કેસ, દર્દીને અલગ કરાયો, સિવિલમાં વોર્ડ તૈયાર
મેયર હિતેષ બારોટે શું કહ્યું
આ બાબતે અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આપ જોઈ શકો છો તે આ વૃક્ષારોપણ ગત વર્ષનું છે. જે રીતે વૃક્ષારોપણની સ્થિતિ અને આગામી 5 જૂને વિશ્વ પર્યારવણની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષ વૃક્ષારોપણ કર્યા છે. અને ભૂતકાળમાં જે કર્યા છે ત્યાં અધિકારીઓ તેમજ અમારી ટીમ સાથે નિરીક્ષણ કરી રહ્યા છીએ. જ્યાં જરૂરીયાત લાગી તે નવી જગ્યાઓ પણ શોધવાનું ચાલું છે. અમદાવાદનું ગ્રીન કવર વધારવા માટે હરિયાળુ અમદાવાદ બનાવવાનો પ્રયત્ન અમારા કાર્યકાળમાં કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો