ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચેતજો!અમદાવાદમાં ઈબોલા વાયરસનો પહેલો કેસ, દર્દીને અલગ કરાયો, સિવિલમાં વોર્ડ તૈયાર

ગુજરાત / ચેતજો!અમદાવાદમાં ઈબોલા વાયરસનો પહેલો કેસ, દર્દીને અલગ કરાયો, સિવિલમાં વોર્ડ તૈયાર

Published By: Vishal Khamar

Last Updated: 03:55 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકાના દેશોમાં ફેલાયેલા ઈબોલા વાયસની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. ઈબોલા વાયરસ ડિટેક્ટ થતા સિવિલ હોસ્પિટમાં તેને દાખલ કરાયો હતો.

ADVERTISEMENT

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલા વાયરસનો સંદિગ્ધ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ છે. આફ્રિકાના દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી થયા બાદ એક દર્દીને સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ, દર્દી તાજેતરમાં આફ્રિકાના એક પ્રભાવિત દેશમાંથી અમદાવાદ પરત ફર્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઇબોલાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીના સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

11 લોકોને આઈસોલેશન કરાયા

આ ઉપરાંત, આફ્રિકાથી આવેલા અન્ય 11 લોકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકોની નિયમિત મેડિકલ મોનીટરીંગ કરવામાં આવી રહી છે અને તેમને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

મુસાફરોને તકેદારી રાખવા અપીલ

સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આફ્રિકાથી આવતા મુસાફરોને તકેદારી રાખવા અને તાવ, ઉલ્ટી અથવા શરીરમાં નબળાઈ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં ખાસ ઇબોલા વોર્ડ તૈયાર

સિવિલ હોસ્પિટલમાં ખાસ ઇબોલા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં 24 કલાક ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ જરૂરી સુરક્ષા સાધનો અને સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

આરોગ્ય અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.

AMC આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

અમદાવાદ શહેરમાં ઇબોલા વાયરસના વૈશ્વિક ખતરને ધ્યાનમાં રાખીને AMC આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આફ્રિકન દેશો આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ પરત આવેલા આશરે 11 લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને તેમના નિવાસસ્થાને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. AMC દ્વારા એરપોર્ટ સ્ક્રીનિંગ, તબીબી ટીમોની તૈનાતી અને જરૂરી દવાઓ તથા સુરક્ષા સાધનોની તૈયારી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા દર્દીઓમાં હાલ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે. નિર્ધારિત ત્રણ દેશોમાંથી આવતા કોઈપણ દર્દીને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, સંભવિત દર્દીઓને ક્વોરેન્ટાઇનમાં રાખવા માટે SVP હોસ્પિટલ ખાતે અલગથી 60 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.

કોઈપણ પ્રકારના લક્ષણો નથી: આરોગ્ય અધિકારી

છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.

અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી’

અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં શહેરમાં કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. યુગાન્ડાથી આવેલા કેટલાક મુસાફરોને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે. જો યુગાન્ડા, કોંગો અથવા સાઉથ સુદાનથી આવેલા મુસાફરોમાં કોઈ લક્ષણ ન હોય અને તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોય તો તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જ્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં લક્ષણો જોવા મળશે તો તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગરમીએ તો ઉંઘ ઉડાડી! ગરમીને કારણે વધ્યો ગુસ્સો, ડિપ્રેશનની પણ ફરિયાદ, હેલ્પલાઈન પર વધ્યા કોલ

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ

આ સાથે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય મુસાફરો માટે હાલ કોઈ વધારાની ચિંતા અથવા કાર્યવાહી જરૂરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ebola virus Ebola virus entry into Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ