ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગરમીએ તો ઉંઘ ઉડાડી! ગરમીને કારણે વધ્યો ગુસ્સો, ડિપ્રેશનની પણ ફરિયાદ, હેલ્પલાઈન પર વધ્યા કોલ

અહેવાલ / ગરમીએ તો ઉંઘ ઉડાડી! ગરમીને કારણે વધ્યો ગુસ્સો, ડિપ્રેશનની પણ ફરિયાદ, હેલ્પલાઈન પર વધ્યા કોલ

Published By: Vishal Khamar

Last Updated: 02:04 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનસ હેલ્પલાઈનમાં અત્યાર સુધીમાં માનસિક પ્રશ્નોને લઈને કોલમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીમાં લોકોની માનસિક સ્થિતિ પર કેમ અસર પડી રહી છે.

ADVERTISEMENT

ઉનાળાની બળબળતી ગરમી માત્ર શરીરને જ નહીં પરંતુ મન પર પણ સીધી અસર પડીરહી છે. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનસ હેલ્પલાઈનમાં અત્યાર સુધીમાં માનસિક પ્રશ્નોને લઈને કોલમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. માનસ હેલ્પ લાઈન નંબર પર રોજના ૧૫૦ થી પણ વધુ ચીડિયાપણા, બેચેની અને ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓના નિરાકરણ માટે કોલ આવી રહ્યા છે. ત્યારે ગરમીમાં લોકોની માનસિક સ્થિતિ પર કેમ અસર પડી રહી છે.

હાલ દેશ ભરમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે. બપોરના સમયે ગુજરાતમાં ગરમીનો પારો ૪૪ થી ૪૫ ડીગ્રી સુધી પહોચી જાય છે. સતત પડતી આ અંગ દઝાડતી ગરમીથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. લોકોમાં ડી હાઈડ્રેશન, લુ લાગવા જેવા કિસ્સા વધી રહ્યા છે. ત્યારે આ ગરમીથી ન માત્ર શારીરિક સમસ્યાઓ સામે આવી રહી છે પરંતુ માનસિક સમસ્યાઓમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેલી માનસ સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિને માનસિક કોઈ તકલીફ પડતી હોય તો આ હેલ્પ લાઈન નંબરનો કોન્ટેક કરીને સાઈક્રાઈટીક ડોક્ટરનું માર્ગદર્શન મેળવી શકે છે.

ડો. નિધિ પરીખ(કાઉન્સિલ હેડ, ટેલી માનસ સેન્ટર)

સમગ્ર ગુજરાતમાંથી અહી કોલ આવેઃ ડો. નિધિ પરીખ(કાઉન્સિલ હેડ, ટેલી માનસ સેન્ટર)

પરંતુ આ ગરમીની અસર લોકોના માનસ પર પણ પડી રહી છે. આ હેલ્પલાઈન નંબર પર રોજના કોલમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને અનીન્દ્ર અને ચીડિયા પણું વધી રહ્યું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. ગુજરાતનું મુખ્ય ટેલી માનસ સેન્ટર અમદાવાદમાં છે આ સેન્ટર પર ૩૬,૬૫૩થી વધુ કોલ્સ આ ગરમીની સીઝનમાં આવી ચુક્યા છે. રોજના જ્યાં ૧૦૦ જેટલા માનસિક બીમારીને લાગતા કોલ આવતા હતા તેને જગ્યાએ આ ગરમીને કારણે ૧૫૦ જેટલા રોજના કોલ આવી રહ્યા છે. ટેલી માનસ સેન્ટર પર કાઉન્સિલ હેડ ડો. નિધિ પરીખ એ જણાવ્યું હતું કે, અમદાવાદ જ નહી સમગ્ર ગુજરાતમાંથી અહી કોલ આવે છે. અને મોટા ભાગના કોલ હાલ ચીડિયાપણું, ગુસ્સો, ડીપ્રેશન માટેના કોલ આવી રહ્યા છે. આ વર્ષે ગરમીનું પ્રમાણ પણ વધુ છે જેને કારણે સામાન્ય વર્ષો કરતા આ વર્ષે વધુ માત્રામાં કોલ આવી રહ્યા છે.

ગરમીના સમયમાં વધુ તકલીફ પડે

ગરમીની સીધી અસર લોકોના મગજ પર પડતી હોય છે. ખાસ કરીને જે લોકો માનસિક બીમારીથી પહેલેથી જ પીડાઈ રહ્યા છે તેને આ ગરમીના સમયમાં વધુ તકલીફ પડતી હોય છે. આ સતત પડતી ૪૪ ડીગ્રી ગરમીને કારણે સામાન્ય અને સાજો માણસ પણ ચિડાઈ જતો હોય છે. ત્યારે આ માનસિક સ્થિતિને લઈને ટેલી માનસ હેલ્પલાઇનનો સંપર્ક કરતા હોય છે. જોકે દર વર્ષે ઉનાળાની ઋતુમાં માનસિક સ્થિતિનું કાઉન્સીલીંગ માટે ટેલી માનસ સેન્ટર પર કોલનો વધારો જોવા મળતો હોય છે.

દીપ્તિ ભટ્ટ(અમદવાદની મેન્ટલ હોસ્પીટલના સાઈક્રાઈટીક ડોક્ટર)

ગરમીને કારણે શરીરમાં ન્યુરોકેમીકલ્સ ચેન્જ આવેઃ દીપ્તિ ભટ્ટ(અમદવાદની મેન્ટલ હોસ્પીટલના સાઈક્રાઈટીક ડોક્ટર)

પરંતુ આ વર્ષે વધુ ગરમી પડી રહી છે અને લાંબા સમયથી આ ગરમી પડી રહી છે જેને કારણે આ હેલ્પ લાઈન પર વધુ ફોન આવી રહ્યા છે. હવે ગરમીમાં એવું તે શું થાય છે કે, લોકોના માનસિક સ્થિતિ પર તેની અસર પડે છે. ત્યારે આ જાણવા માટે vtv ન્યુઝ દ્વારા અમદવાદની મેન્ટલ હોસ્પીટલના સાઈક્રાઈટીક ડોક્ટર દીપ્તિ ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગરમીને કારણે શરીરમાં ન્યુરોકેમીકલ્સ ચેન્જ આવતો હોય છે.

બિમાર લોકો ગરમીને કારણે દવા બંધ કરી દે છે

આ ચેન્જને કરને માનસિક બીમાર ન હોય તેવા લોકો પણ માનસિક રીતે સ્ટ્રેસ, ચીડિયા પણું અને અનિદ્રા થતી હોય તેવી ફરિયાદ કરતા હોય છે. તો માનસિક બિમાર લોકો ગરમીને કારણે દવા બંધ કરી દેતા હોય છે. જેને કારણે બિમારી ફરી એક્ટીવ થઈ જતાં હોય છે. આ સ્થિતિમાં લોકો નાની નાની વાતમાં ગુસ્સો કરવા લગતા હોય છે. રાત્રે વિચારોમાં ખોવાઈ જતા હોય અને તેને કારણે ઉઘ પણ ન આવે તેવી સમસ્યાઓ થતી હોય છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રનો આ ડેમ ખાલી થવાના આરે, માત્ર આટલા દિવસ ચાલે તેટલું પાણી

આમ સતત વધતી ગરમીને કારણે લોકોમાં ન્યુરોકેમીકલ્સ ચેન્જ આવે છે અને તેને કારણે લોકોમાં ચીડિયાપણું, અનીન્દ્ર અને નાની નાની વાતોમાં ગુસ્સો કરવા જેવી સ્થિતિ બનતી હોય છે. ત્યારે આ લોકો પોતાની સમસ્યા ટેલી માનસ હેલ્પ લાઈન નંબર ૧૪૪૧૬ અથવા ૧૮૦૦ ૮૯ ૧૪૪૧૬ પર કોલ કરીને મદદ માંગતા હોય છે. ત્યારે આ ગરમીને કારણે આ હેલ્પલાઈન નંબરમાં કોલની સંખ્યામાં ૫૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ડોક્ટર પણ લોકોને સલાહ આપે છે કે આ ગરમીમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને જે લોકો બહાર નીકળે છે તે હાઈડ્રેટ રહે તેવા પ્રયાસો કરેવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mental Health Government of India Mental Health Helpline

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ