બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્રનો આ ડેમ ખાલી થવાના આરે, માત્ર આટલા દિવસ ચાલે તેટલું પાણી
Last Updated: 11:43 AM, 27 May 2026
Brahmani Dam : મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. વાસ્તવમાં અહીં બ્રાહ્મણી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટતા હવે માત્ર ત્રણથી ચાર દિવસ પૂરતું જ પાણી બચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તરફ હવે વર્તમાન પરિસ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે, કારણ કે ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની અછત વધુ વિકટ બની શકે છે.
ADVERTISEMENT
MLAએ મંત્રીને લખ્યો લેટર
આ તરફ સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પાણી પુરવઠાની હાલત અંગે ગંભીર આક્ષેપો કરતાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પાણી સંકટ જેવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર વચ્ચે યોગ્ય સંકલન જોવા મળતું નથી અને જવાબદાર અધિકારીઓ સમસ્યાને ગંભીરતાથી લઈ રહ્યા નથી.
ADVERTISEMENT
આ સાથે ધારાસભ્યએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, બ્રાહ્મણી ડેમમાંથી માત્ર હળવદ અથવા મોરબી જ નહીં પરંતુ જામનગર અને દ્વારકા જિલ્લાઓને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ જશે તો ત્રણ જિલ્લાઓના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ADVERTISEMENT
અનેક રજૂઆતો પણ સ્થિતિ ઠેરની ઠેર
આ તરફ સ્થાનિક સ્તરે લોકોમાં એવી પણ ચર્ચા છે કે, વારંવાર રજૂઆતો છતાં પાણી પુરવઠા અને નર્મદા નિગમના અધિકારીઓ તરફથી પૂરતી ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. પાણીની સ્થિતિ વધુ ખરાબ બનતા હવે લોકોમાં તંત્ર સામે નારાજગી પણ વધી રહી છે. ગરમીમાં પાણી માટે વલખાં મારવાની નોબત આવે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 3 બાળકોની હત્યા થઇ જતા વલસાડના કરમબેલી ગામમાં અરેરાટી, માતાએ પણ ફિનાઇલ પી લીધું
હાલમાં ડેમના પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો હોવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જો સમયસર યોગ્ય આયોજન અને પાણી વ્યવસ્થાપન નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે. બીજી તરફ સ્થાનિક લોકો સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.