ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 બાળકોની હત્યા થઇ જતા વલસાડના કરમબેલી ગામમાં અરેરાટી, માતાએ પણ ફિનાઇલ પી લીધું
Last Updated: 11:15 AM, 27 May 2026
ADVERTISEMENT
Valsad News : વલસાડથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વલસાડના પપાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ નાના બાળકોના મોત બાદ ગામમાં ભારે શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પ્રાથમિક માહિતી અનુસાર,પરિવારિક વિવાદ અને ઘરકંકાસ વચ્ચે આ કરુણ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
મૃતકોમાં નવ મહિનાના જુડવા બાળકો અને બે વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે. ત્રણેય બાળકોના મોત શંકાસ્પદ પરિસ્થિતિમાં થતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બાદમાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
આ તરફ ઘટના બાદ બાળકોની માતાએ ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસે માતાની હાલત સ્થિર થયા બાદ પૂછપરછ કરવાની તૈયારી શરૂ કરી છે.
આ પણ વાંચો : વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા નવી પશુપાલન સહાય યોજના જાહેર, આ રીતે ઉઠાવો લાભ
ADVERTISEMENT
પોલીસ તપાસ શરૂ
આ સમગ્ર મામલે સરીગામ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો તેમજ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે આ ત્રણ નિર્દોષ બાળકોના મોત પાછળ સાચું કારણ શું છે અને હત્યા કોણે કરી? પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ