બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / તમારા કામનું / વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા નવી પશુપાલન સહાય યોજના જાહેર, આ રીતે ઉઠાવો લાભ

તમારા કામનું / વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા નવી પશુપાલન સહાય યોજના જાહેર, આ રીતે ઉઠાવો લાભ

Published By: Priykant Shrimali

Last Updated: 08:22 AM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Animal Husbandry Scheme : આ યોજના હેઠળ મહિલાઓને ગાય-ભેંસ પાલન, બકરાં પાલન અને મરઘાં પાલન માટે આર્થિક સહાય આપવામાં આવશે, જાણો તમામ માહિતી

Animal Husbandry Scheme : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પશુપાલન આધારિત વિશેષ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને ગાય-ભેંસ પાલન, બકરાં પાલન અને મરઘાં પાલન માટે આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરીને પોતાનું જીવન વધુ મજબૂત બનાવી શકે.

આવો જાણીએ યોજના વિશે સંપૂર્ણ માહિતી

આ યોજનાનો લાભ રાજ્યની કોઈપણ જાતિની 18 થી 50 વર્ષ વયની વિધવા બહેનો મેળવી શકશે. સરકાર દ્વારા દર વર્ષે યોજનાના ત્રણ અલગ-અલગ યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, એક જ પ્રકારના યુનિટનો પુનઃલાભ મેળવવા માટે પાંચ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અગાઉ સમાન પ્રકારની અન્ય યોજના હેઠળ સહાય મેળવી ચૂકેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.

વિગતો મુજબ યોજનાના પ્રથમ યુનિટ હેઠળ ગાય અથવા ભેંસ પાલન માટે કેટલ શેડ બનાવવા રૂ. 30 હજારની સહાય આપવામાં આવશે. સાથે પશુ માટે 150 કિલો ખાણદાણ માટે રૂ. 4 હજાર અને બિયારણ મીનીકીટ માટે રૂ. 600ની સહાય મળશે. આ રીતે કુલ મળીને આશરે રૂ. 35,200 સુધીની સહાય ઉપલબ્ધ થશે.

બીજા યુનિટ હેઠળ બકરાં પાલન માટે 5+1 એકમ સ્થાપવા રૂ. 50,400 સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે ત્રીજા યુનિટમાં મરઘાં પાલન માટે તાલીમ સાથે 100 બ્રોઈલર પક્ષીઓના એકમ સ્થાપન માટે કુલ રૂ. 38 હજારની સહાય આપવામાં આવશે. જેમાં તાલીમ દરમિયાન રૂ. 2 હજારનું સ્ટાઈપેન્ડ પણ સામેલ છે.

આ પણ વાંચો : પશુપાલકો માટે મોટી તક! ખુદ સરકાર આપશે સહાય, બસ અરજી કરો IKHEDUT પોર્ટલ પર

આ યોજના માટે અરજીઓ iKhedut પોર્ટલ ( https://ikhedut.gujarat.gov.in/site/scheme/viewdetails ) પર ઓનલાઈન સ્વીકારવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા 1 મે, 2026થી શરૂ થઈ ચૂકી છે અને 31 મે, 2026 સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે રાજ્ય સરકારની હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી શકાય છે. સરકારની આ પહેલથી વિધવા બહેનોને પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની નવી તક મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Widow Assistance Scheme Animal Husbandry Scheme Gujarat iKhedut Portal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ