બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / ગાંધીનગરના સમાચાર / તમારા કામનું / પશુપાલકો માટે મોટી તક! ખુદ સરકાર આપશે સહાય, બસ અરજી કરો IKHEDUT પોર્ટલ પર

તમારા કામનું / પશુપાલકો માટે મોટી તક! ખુદ સરકાર આપશે સહાય, બસ અરજી કરો IKHEDUT પોર્ટલ પર

Published By: Priykant Shrimali

Last Updated: 11:56 AM, 26 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dairy Farm iKhedut Portal : ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારી વધારવાના હેતુથી મહત્વપૂર્ણ યોજના અમલમાં, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Dairy Farm iKhedut Portal : ગુજરાતના પશુપાલકો માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારી વધારવાના હેતુથી મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકો અને સ્વસહાય જૂથોને 25 થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ખાસ કરીને ગીર અને કાંકરેજ જાતીની ગાયો આધારિત ડેરી ફાર્મને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

શું છે અરજી કરવાની છેલ્લી તારીખ ?

આ યોજના માટે અરજી પ્રક્રિયા 1 મે 2026થી શરૂ થઈ છે અને 31 મે 2026 સુધી ચાલુ રહેશે. લાભ મેળવવા ઈચ્છુક અરજદારોને i-Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, યોજના હેઠળ ફક્ત રિઝર્વ બેન્ક માન્ય નાણાકીય સંસ્થા અથવા બેંકમાંથી વર્ષ 2026-27 દરમિયાન લેવામાં આવેલા ધિરાણ પર જ વ્યાજ સહાય મળશે. પશુપાલક અથવા સ્વસહાય જૂથને પહેલા બેંકમાંથી લોન મંજૂર કરાવવી ફરજિયાત રહેશે અને ત્યારબાદ જ i-Khedut પોર્ટલ પર અરજી કરી શકાશે.

યોજનામાં અનેક પ્રકારની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. પશુ ખરીદી માટે બેંક દ્વારા અપાયેલા ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નક્કી કરાયેલા યુનિટ કોસ્ટમાંથી જે રકમ ઓછી હશે તેના પર 7.5 ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. તે ઉપરાંત, ડેરી ફાર્મના બાંધકામ માટે થયેલા ખર્ચના 50 ટકા મુજબ સહાય આપવામાં આવશે. પ્રતિ પશુ મહત્તમ 10 હજાર રૂપિયાની મર્યાદામાં વધુમાં વધુ 50 પશુઓ માટે કુલ 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી, જુઓ કોની કયા પદ માટે કરાઇ પસંદગી

પશુઓના ત્રણ વર્ષના વીમા પ્રીમિયમ પર પણ સરકાર સહાય આપશે. વીમા પ્રીમિયમના 75 ટકા મુજબ પ્રતિ પશુ મહત્તમ 3,600 રૂપિયા સુધી સહાય મળશે. આ સહાય વધુમાં વધુ 50 પશુઓ માટે કુલ 1.80 લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે. આ ઉપરાંત પશુપાલકોને આધુનિક સાધનો માટે પણ સહાય મળશે. ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર યુનિટ અને મિલ્કિંગ મશીન જેવી સુવિધાઓ માટે યુનિટ કોસ્ટના 75 ટકા મુજબ સહાય આપવામાં આવશે. વધુ માહિતી માટે તમેi-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) ની મુલાકાત લઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dairy Farm Scheme Gujarat Gir Cow Dairy Farm iKhedut Portal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ