બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી, જુઓ કોની કયા પદ માટે કરાઇ પસંદગી

રાજનીતિ / અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી, જુઓ કોની કયા પદ માટે કરાઇ પસંદગી

Published By: Priykant Shrimali

Last Updated: 11:38 AM, 26 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Meyor : શહેરના વહીવટ અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતા વિવિધ હોદ્દાઓ પર ભાજપે નવા ચહેરાઓને જવાબદારી સોંપી, અહીં જાણો કોણ બન્યું મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક...

Ahmedabad Meyor : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના વહીવટ અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતા વિવિધ હોદ્દાઓ પર ભાજપે નવા ચહેરાઓને જવાબદારી સોંપી છે. વાસ્તવમાં આજે અમદાવાદના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે પણ નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે.

હિતેશ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર

થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ હવે અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સંભાળશે. સામાન્ય કાર્યકરથી લઈને મેયર પદ સુધીની તેમની સફર લાંબી રાજકીય અનુભવો અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. હિતેશ બારોટે 1986માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને 1987થી RSS સાથે સક્રિય રીતે જોડાયા હતા. તેઓએ ગ્રામ્ય સ્તરેથી રાજકારણ શરૂ કરીને વિવિધ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. APMC અમદાવાદના વાઇસ ચેરમેનથી લઈને ડિરેક્ટર સુધીની જવાબદારીઓ તેમણે નિભાવી છે. તેઓ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને ગુજકોમાસોલ જેવી સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ હોદ્દા પર રહી ચૂક્યા છે.

અંજુબેન શાહ બન્યા ડેપ્યુટી મેયર

સાબરમતી વોર્ડના કોર્પોરેટર અંજુબેન શાહને અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા અંજુબેન શાહ સ્થાનિક સ્તરે સક્રિય નેતા તરીકે ઓળખાય છે. શહેરના વિકાસ અને મહિલાઓના પ્રશ્નોને લઈને તેઓ સતત કાર્યરત રહ્યા છે. સાબરમતી વિસ્તારમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે.

કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીની કમાન

ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલને AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ B.Sc કેમિસ્ટ્રી સુધી અભ્યાસ કરી ચૂક્યા છે અને વર્ષો જૂનો રાજકીય અનુભવ ધરાવે છે. કમલેશ પટેલ 1992માં ભાજપમાં જોડાયા હતા. તેઓ અમરાઈવાડી વોર્ડ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. 2017માં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી અને 2021માં પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શહેરના નાણાકીય અને વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેઓ અગત્યની ભૂમિકા ભજવશે.

જશુભાઈ ઠાકોર બન્યા શાસક પક્ષના નેતા

શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરને ભાજપના શાસક પક્ષના નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે. સંગઠનાત્મક કાર્યમાં સક્રિય અને અનુભવી નેતા તરીકે તેમની ઓળખ છે. શહેરના વિવિધ મુદ્દાઓ પર તેઓ લાંબા સમયથી ભાજપ માટે કાર્યરત રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદના નવા મેયર જાહેર, કોના નામ પર વાગી અંતિમ મહોર, પદાધિકારીઓનું પણ એલાન

અતુલ મિશ્રાને દંડકની જવાબદારી

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અતુલ મિશ્રાને AMCમાં દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પક્ષના શિસ્તબદ્ધ અને સંગઠન પ્રત્યે સમર્પિત નેતા તરીકે તેઓ જાણીતા છે. કોર્પોરેશનમાં પક્ષની વ્યૂહરચના અને સંકલન જાળવવામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Mayor Anjuben Shah Hitesh Barot

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ