ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નવા મેયર જાહેર, કોના નામ પર વાગી અંતિમ મહોર, પદાધિકારીઓનું પણ એલાન
Last Updated: 02:36 PM, 26 May 2026
ADVERTISEMENT
અમદાવાદ મહાનગર પાલિકા (AMC) ના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટ ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે અંજુ શાહ ને જવાબદારી સોંપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, જશુ ઠાકોર ને શાસક પક્ષના નેતા તરીકે અને અતુલ મિશ્રા ને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવી ટીમની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ADVERTISEMENT
અમદાવાદના નવા મેયર હિતેષ બારોટ
ADVERTISEMENT
વોર્ડઃ થલતેજ
ADVERTISEMENT
અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 160 બેઠકો સાથે ઐતિહાસિક વિજય નોંધાવતા ફરી એકવાર સત્તા પર મજબૂત પકડ બનાવી છે. હવે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના મહત્વપૂર્ણ પદોને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત હોવાથી પાર્ટીમાં અનુભવી અને સિનિયર કોર્પોરેટરોના નામો ચર્ચામાં આવ્યા છે. સાથે જ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો માટે પણ આંતરિક મથામણ શરૂ થઈ ગઈ છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા સંગઠન અને અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર થલતેજ ગામના મૂળ વતની હિતેશ બારોટનો જન્મ 14 એપ્રિલ 1968ના રોજ થયો હતો. તેઓ 1986માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ 1987થી 1997 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સક્રિય રીતે કાર્યરત રહ્યા હતા. 1988માં તેઓ થલતેજ ગ્રામ્ય મંડલના મહામંત્રી તરીકે પસંદ થયા હતા. 1989થી 1997 દરમિયાન તેમણે એચ.એલ. પટેલ સાથે મળીને દસ્ક્રોઇના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે પણ તેમણે 18 ગામ બક્ષીપંચના સમાજ ઇન્ચાર્જ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ADVERTISEMENT
દસ્ક્રોઈ તાલુકામાં ભાજપ સંગઠનના વિવિધ પદો પર કાર્યરત રહેલા હિતેશ બારોટે લાંબી સંગઠનાત્મક સફર નોંધાવી છે. તેઓ વર્ષ 1996માં દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ પદે રહ્યા હતા અને ત્યારબાદ 1997માં દસ્ક્રોઈ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે સરખેજ વિધાનસભા ક્ષેત્ર હેઠળ દસ્ક્રોઈની 18 ગામોની સીટ તેમજ કુલ 23 ગામોમાં બક્ષીપંચ સમાજના સંકલન માટે કો-ઓર્ડિનેશનની કામગીરી અમિત શાહ સાથે મળીને કરી હતી. ઉપરાંત 2012 સુધી તેમણે બૂથ સ્તરની સંગઠનાત્મક કામગીરીને પણ સુચારૂ રીતે સંભાળી હતી, જે દસ્ક્રોઈ વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદથી લઇને નવસારી સુધીની મનપાના હોદ્દેદારોની વરણીનું એલાન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
બોડકદેવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે લાંબી સહકારી અને રાજકીય કારકિર્દી દરમ્યાન અનેક મહત્વપૂર્ણ પદો પર જવાબદારી નિભાવી છે. તેઓ 2001થી 2005 સુધી બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા હતા અને બાદમાં 2010માં અમદાવાદ APMCમાં પ્રવેશ કર્યો હતો. તે જ વર્ષે તેઓ APMCના વાઈસ ચેરમેન તરીકે પસંદ થયા અને 2014માં ડિરેક્ટર બન્યા. 2012માં તેમને ADC બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક મળી હતી, જ્યારે 2013થી 2017 દરમિયાન તેઓ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. વર્ષ 2014માં તેઓ ગાંધીનગર લોકસભાના બક્ષીપંચ ઈન્ચાર્જ તરીકે પણ નિમાયા હતા. ત્યારબાદ 2017માં ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા અને 2018માં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકે પણ જવાબદારી સંભાળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.