ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદથી લઇને નવસારી સુધીની મનપાના હોદ્દેદારોની વરણીનું એલાન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Last Updated: 01:47 PM, 26 May 2026
ADVERTISEMENT
મોરબી મહાનગર પાલિકામાં મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂંક કરવામાં આવી છે. માત્ર 25 વર્ષની ઉંમરે ઉત્તમ સુરાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતનો સૌથી યુવા મેયર ઉત્તમ સુરાણી બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની વરણી કરવામાં વી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુમ્બિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા, દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવસારી શહેરમાં નગરપાલિકાની નવી પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 2ના અશોક ધોરાજીયાની પ્રથમ મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નં. 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નં. 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નં. 8) તેમજ દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નં. 7)ની નિમણૂક જાહેર કરવામાં આવી છે. નવી ટીમ સાથે શહેરના વહીવટી કામકાજને વધુ ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નવસારીના પ્રથમ મેયર
અશોક ધોરાજીયા
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીધામ મહાનગર પાલિકામાં પદાધિકારીઓની નિમણૂંક
ગાંધીધામ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. દિવ્યા નાથાણી નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂંની વરણી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેજસ શેઠની નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમ સાથે મનપામાં આગામી સમયમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જામનગર મહાનગર પાલિકામાં નવીન પદાધિકારીઓની નિમણૂંક
ADVERTISEMENT
જામનગર મહાનગરપાલિકામાં નવી પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે મોનિકા વ્યાસની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિરણ મોનાણીની નિમણૂક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી તથા દંડક તરીકે પ્રવિણાબેન રૂપડીયાની વરણી કરવામાં આવી છે. નવી ટીમ સાથે મનપાના વહીવટી કામકાજને વધુ ગતિ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
પોરબંદર મનપાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનના નામ જાહેર
પોરબંદર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મેયર પદ માટે સાગર મોદીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મનપા કચેરી ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા નિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી
ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળની વરણી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરાગ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવતા નડિયાદ મનપાની નવી ટીમ સત્તાવાર રીતે રચાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદના નવા મેયર જાહેર, કોના નામ પર વાગી અંતિમ મહોર, પદાધિકારીઓનું પણ એલાન
મહેસાણાને મળ્યા નવા મેયર
મહેસાણા મહાનગરપાલિકાને પ્રથમ વખત મેયર મળતા શહેરના રાજકીય અને વિકાસ ક્ષેત્રે નવી શરૂઆત થઈ છે. પ્રથમ મેયર તરીકે સોનલબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે રમેશ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નવી ટીમ શહેરના વિકાસ, સુવિધાઓ અને જનકલ્યાણના મુદ્દાઓ પર પ્રાથમિકતા સાથે કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.