બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:33 PM, 5 June 2026
ગુજરાતના સૌથી વ્યસ્ત અને હાઈસ્પીડ રોડ નેટવર્ક પૈકીના એક એવા ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી હૃદય ધ્રુજાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા ખૂબ જ વધારે હોય છે અને અકસ્માતની સંભાવના પણ એટલી જ વધુ રહે છે. તેવામાં આ હાઈવે પર ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને પસાર થતી એક ખતરનાક 'મોતની સવારી'નો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેણે માર્ગ સલામતી અને હાઈવે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલા એક વાહનમાં ક્ષમતા કરતા પણ વધુ પ્રમાણમાં ઘરવખરીનો સામાન (સાંસારિક ઘર સમાન) ખડકી દેવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ, વાહનની અંદર બેસવાની જગ્યા ન હોવાથી કેટલાક લોકો આ જોખમી રીતે ભરેલા સામાનની બિલકુલ ઉપરના ભાગે જીવના જોખમે બેઠેલા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ખુલ્લા વાહનમાં આટલી ઊંચાઈ પર બેસીને મુસાફરી કરવી એ કોઈપણ મોટી હોનારતને સીધું આમંત્રણ આપવા બરાબર છે. વાહન ચાલક અને તેમાં બેસેલા લોકો પોતાની જિંદગીની સહેજ પણ પરવા કર્યા વગર એક્સપ્રેસ વે પર મોતની સવારી કરી રહ્યા હતા.અહીં સૌથી મહત્વની અને નોંધનીય બાબત એ છે કે ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ વે પર નાની-મોટી તમામ ગાડીઓ સામાન્ય રીતે 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની સ્પીડમાં ચાલતી હોય છે.
ADVERTISEMENT
આવા હાઈસ્પીડ ટ્રેક પર જો વાહનનું સંતુલન સહેજ પણ બગડે, અથવા પાછળથી આવતું કોઈ વાહન ભટકાય, તો સામાન પર બેસેલા નિર્દોષ લોકો સીધા રોડ પર ચગદાઈ જાય તેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને કોઈનો કિંમતી જીવ જાય, તો તેના માટે આખરે જવાબદાર કોણ? વાહન ચાલકની બેદરકારી, સામાન પર બેસનારા લોકોની મૂર્ખામી કે પછી હાઈવે પર પેટ્રોલીંગ કરતી પોલીસ, જે આવા વાહનોને રોકવામાં નિષ્ફળ જાય છે? આ સવાલ હાલ દરેક નાગરિક પૂછી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.