બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી ઝડપાયા કુલ 568 બાંગ્લાદેશી નાગરિકો, Dy. CMએ કહ્યું ''બાંધછોડ...''
Last Updated: 03:14 PM, 5 June 2026
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ પોલીસ વિભાગે મોટી સફળતા મેળવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 568 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પકડાયેલા લોકોમાં 172 પુરુષ, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તમામ લોકો રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા હતા. ઘણા લોકો નકલી દસ્તાવેજોના આધારે અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ રાજ્યના તમામ જિલ્લામાં સતત કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ વિભાગે જુદી-જુદી ટીમો બનાવીને સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. અનેક સ્થળોએ સવારથી લઈને મોડી રાત સુધી ચેકિંગ અને ઓળખ ચકાસણી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસ વિભાગ હાલમાં શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ કરી રહ્યો છે. તેઓ ગુજરાતમાં ક્યારેથી રહેતા હતા, કેવી રીતે આવ્યા હતા અને તેમની પાસે રહેલા દસ્તાવેજોની સાચી માહિતી શું છે તે બાબતે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક લોકો પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સમગ્ર પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. રાજ્યમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી રોકવા માટે આ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવ્યું છે. પોલીસ વિભાગના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને દરેક જિલ્લામાં અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદના બોપલ મેકડોનાલ્ડ્સનો મોટો છબરડો! વેજ બર્ગરની જગ્યાએ આવ્યું નોનવેજ
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે રીતે રાજ્યમાં રહેતા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશન ડેલ્ટા હંટ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે અને વિવિધ જિલ્લાઓમાં સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ રહેતી હોય તો તરત જ પોલીસને જાણ કરવામાં આવે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.