બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 6 જુનના દિવસે ભારે વરસાદ, આંધીની પણ આશંકા, IMDએ આપ્યું મોટું એલર્ટ

photo-story

10 ફોટો ગેલેરી

આગાહી / 6 જુનના દિવસે ભારે વરસાદ, આંધીની પણ આશંકા, IMDએ આપ્યું મોટું એલર્ટ

Last Updated: 12:30 AM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી નવીનતમ માહિતી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના વધુ કેટલાક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શનિવાર એટલે કે 6 જૂનના રોજ દેશના ઉત્તર-પૂર્વ, દક્ષિણ દ્વીપકલ્પ અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

1/10

photoStories-logo

1. 6 જુનના દિવસે ભારે વરસાદ, આંધીની પણ આશંકા, IMDએ આપ્યું મોટું એલર્ટ

દેશભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગની નવીનતમ પ્રેસ રિલીઝ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ સક્રિયતાથી દેશના નવા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણમાં સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમને કારણે શનિવારે દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા, તેજ પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે સત્તાવાર એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. મુસળધાર વરસાદની ચેતવણી

શનિવારે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત તેજ અને મુસળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં પૂર (Floods) અથવા ભૂસ્ખલન (Landslides) જેવી આપત્તિજનક સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. વિનાશક પવન ફૂંકાઈ શકે

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 6 થી 11 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. કેરળ અને કર્ણાટકમાં આકાશી આફત

દક્ષિણ ભારતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કેરળ, લક્ષદ્વીપ, દરિયાકાંઠાના કર્ણાટક અને તેલંગાણામાં 6 જૂને વ્યાપક અને ભારે વરસાદ થવાની ધારણા છે. કેરળમાં 6 અને 7 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યાં વરસાદનો આંકડો 20 સેમી સુધી પહોંચી શકે છે. કર્ણાટકમાં દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે તટીય કર્ણાટકમાં સતત મુસળધાર વરસાદ ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશમાં આગાહી

તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હવામાન કેવું રહેશે?

પશ્ચિમ અને મધ્ય ભારતમાં પણ હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાયેલો રહેશે. જેમાં ગુજરાત, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગર્જના અને વિજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 થી 9 જૂન દરમિયાન કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં શનિવારે છૂટાછવાયા વરસાદની સાથે ધૂળભરી આંધી અને વાવાઝોડું આવવાની આશંકા સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. દિલ્હી, પંજાબ, હરિયાણા અને બિહારની સ્થિતિ

હરિયાણા, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને 30 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ રાજસ્થાનમાં તીવ્ર ધૂળભરી આંધી આવવાની શક્યતા છે. જો કે, શનિવાર પછી આ વિસ્તારોના તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. બિહાર અને ઝારખંડ

પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓડિશામાં છૂટાછવાયા વરસાદની સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ, સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં વ્યાપક વરસાદ થશે. અંડમાનમાં 6 જૂનથી શરૂ થઈને 8 થી 10 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. હિમાચલ અને ઉત્તરાખંડ

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. માછીમારોને ચેતવણી

હવામાન વિભાગે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની અને તેજ પવનની શક્યતાને પગલે માછીમારોને સમુદ્રમાં ન જવાની અને અત્યંત સતર્ક રહેવાની કડક સલાહ આપી છે. એકંદરે જોઈએ તો, 6 જૂને દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની સક્રિયતાથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate IMDAlert Monsoon2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ