બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદ નજીક દર્દનાક અકસ્માતમાં તાલુકા પંચાયત સભ્ય સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત

દુર્ઘટના / હળવદ નજીક દર્દનાક અકસ્માતમાં તાલુકા પંચાયત સભ્ય સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત

Priykant Shrimali

Last Updated: 09:04 AM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Halvad Road Accident : કાર અને ડમ્પર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં પાંચ લોકોના મોત થયા, આખું ગામ હિબકે ચડ્યું

Halvad Road Accident : હળવદ તાલુકામાં એક ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. હળવદના ચરાડવા ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર હળવદ તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતા હોવાનું પણ સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ રણછોડગઢ ગામના સાત લોકો એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક તેમની કાર આગળ જઈ રહેલા ડમ્પર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ બનેલા બે અન્ય વ્યક્તિઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

તાલુકા પંચાયત સભ્ય સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત

આ દુર્ઘટનામાં હળવદ તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢેયાનું પણ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા રોડની સાઈડમાં ખાબકતા એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સુરેશ વિસાભાઈ સિહોરા (45), વિરમ ભીમાભાઈ ડઢેયા (28), પરેશ દિલીપભાઈ ડઢેયા (24), પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢેયા અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢેયાનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં પ્રકાશ અમીરભાઈ ડઢેયા, જે રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે, તેમજ દિલીપભાઈ ભગવાનભાઈ ડઢેયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Dumper Collision Charadva Road Accident Halvad Accident Car Dumper Collision,
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ