બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દોસ્તના વિરહમાં 2 મિત્રોએ જીવન ટૂંકાવ્યું, એકે ટ્રેન નીચે પડતું મૂક્યું તો બીજાએ...!

વડોદરા / દોસ્તના વિરહમાં 2 મિત્રોએ જીવન ટૂંકાવ્યું, એકે ટ્રેન નીચે પડતું મૂક્યું તો બીજાએ...!

Priykant Shrimali

Last Updated: 11:13 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Friendship : બિહારમાં બનેલી એક દુઃખદ ઘટનાના આઘાત બાદ વડોદરામાં રહેતા બે યુવાનોએ પોતાના જીવનનો અંત લાવી લીધો, જાણો દુ:ખદ કહાની

Vadodara Friendship : આપણે ત્યાં એક કહેવત છે "મિત્ર એસા કિજીએ જે ઢાલ સરીખો હોય, સુખ મેં જો પીછે રહે ઔર દુ:ખ મેં આગે હોય". કહેવાય છે કે સાચી મિત્રતા માત્ર ખુશીઓમાં નહીં પરંતુ દુઃખની ઘડીઓમાં પણ સાથ આપે છે. પરંતુ વડોદરામાં સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટનાએ મિત્રતા અને લાગણીઓના બીજા જ પાસાને ચર્ચામાં લાવી દીધો છે. બિહારમાં બનેલી એક દુઃખદ ઘટનાના આઘાત બાદ વડોદરામાં રહેતા બે યુવાનોએ પોતાના જીવનનો અંત લાવી લીધો હોવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

આવો જાણીએ શું છે આ દુ:ખદ કહાની ?

વિગતો મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલ વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતો રવિશંકર રાજેશકુમાર પ્રસાદ મકરપુરા GIDC વિસ્તારમાં ફાઈટર તરીકે કામ કરતો હતો. સામાન્ય જીવન જીવતા રવિશંકર સુધી 11 જૂનના રોજ તેના નજીકના મિત્રે બિહારમાં આપઘાત કર્યો હોવાના સમાચાર પહોંચ્યા હતા. આ સમાચારથી તે ભારે માનસિક આઘાતમાં આવી ગયો હોવાનું કહેવાય છે. આ દરમિયાન રવિશંકરે સોશિયલ મીડિયા પર પોતાના મિત્રને યાદ કરતાં એક ભાવુક સંદેશ મૂક્યો હતો. ત્યારબાદ તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે.

આ તરફ હજુ આ ઘટનાનો આઘાત શમ્યો પણ નહોતો ત્યાં બીજા જ દિવસે વધુ એક કરૂણ બનાવ સામે આવ્યો. રવિશંકર સાથે લાંબા સમયથી એક જ ભાડાના રૂમમાં રહેતો વિકાસ દિનેશ પ્રસાદ પણ મિત્રના અચાનક મોતનો આઘાત સહન કરી શક્યો નહીં. 12 જૂનના રોજ તેણે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને મકાન માલિકના જણાવ્યા મુજબ બંને મિત્રો લાંબા સમયથી સાથે રહેતા અને રોજિંદું જીવન સાથે પસાર કરતા હતા.

રોજ જોડે જમતા અને....

સ્થાનિકોના મત મુજબ જે મિત્ર સાથે રોજ રાત્રે સાથે રસોઈ બનાવીને ખાતા હતા અને હળી મળીને રહેતા હતા. જોકે જેની સાથે રોજ જોડે જમતા તે મિત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો તે વાત વિકાસ દિનેશ પ્રસાદને ગંભીર માનસિક તણાવમાં લઈ ગઈ અને 12 જૂનના રોજ, રવિશંકરના આપઘાતના બરાબર બીજા જ દિવસે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

આ પણ વાંચો : સુરતમાં ઓનલાઇન ઓર્ડર કરનારા કસ્ટમર્સ છેતરાયા, કિસ્સો મગજ ચકરાવે ચડાવે તેવો

અચાનક બનેલી આ ઘટનાઓએ આસપાસના લોકોમાં પણ શોક અને આશ્ચર્ય ફેલાવ્યું છે. જોકે હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ત્રણેય મિત્રો વચ્ચે કોઈ વિશેષ પરિસ્થિતિ, ભાવનાત્મક કારણ કે અન્ય કોઈ પાસું જવાબદાર હતું કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ થયું નથી. મિત્રતા ઘણી વખત માણસને મજબૂત બનાવે છે, પરંતુ લાગણીઓનો ભાર એકલાએ સહન કરવો મુશ્કેલ પણ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Emotional Trauma Friendship Loss
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ