બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ઓનલાઇન ઓર્ડર કરનારા કસ્ટમર્સ છેતરાયા, કિસ્સો મગજ ચકરાવે ચડાવે તેવો
Last Updated: 10:40 AM, 13 June 2026
Surat Online Shopping Fraud : જો તમે પણ ઓનલાઈન શોપિગ કરતાં હોય તો આ સમાચાર તમારી માટે છે. આજના સમયમાં ઓનલાઇન શોપિંગ લોકોના દૈનિક જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. ઘરે બેઠા મનપસંદ પ્રોડક્ટ ઓર્ડર કરવાની સુવિધાએ ખરીદીની પદ્ધતિ બદલાવી દીધી છે. પરંતુ આ સરળતા વચ્ચે વિશ્વાસ સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સામે આવેલી એક ઘટના ફરી એકવાર ગ્રાહકોને સાવચેત રહેવાનો સંદેશ આપી રહી છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક માહિતી મુજબ, સુરતના કામરેજથી બ્રાન્ડેડ અને ઓરિજનલ પ્રોડક્ટના નામે ગ્રાહકો સુધી નકલી સામાન પહોંચાડતું એક ગોઠવાયેલ નેટવર્ક બહાર આવ્યું છે. આરોપ છે કે, વેરહાઉસ સાથે જોડાયેલા કેટલાક લોકો મૂળ પ્રોડક્ટને અલગ કરી તેના સ્થાને દેખાવમાં સમાન પરંતુ ડુપ્લીકેટ વસ્તુઓ પેક કરીને ગ્રાહકોને મોકલતા હતા. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ગ્રાહકે એપલ કંપનીના લેપટોપને રિટર્ન કર્યો હતો. તપાસ દરમિયાન પ્રોડક્ટની ગુણવત્તા અને અસલિયત અંગે શંકા ઉભી થતા ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. ત્યારબાદ સંબંધિત વેરહાઉસમાં તપાસ શરૂ કરવામાં આવી.
ADVERTISEMENT

તપાસમાં શું ખૂલ્યું ?
ADVERTISEMENT
આ તરફ તપાસ દરમિયાન વેરહાઉસના CCTV ફૂટેજ ચકાસવાનો પ્રયાસ થયો હતો, પરંતુ જરૂરી ડેટા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી, જ્યાં શરૂઆતમાં કોઈને ઘટનાની જાણ ન હોવાનું જણાવાયું હતું. જોકે વધુ તપાસ દરમિયાન વેરહાઉસમાં રહેલા કેટલાક માલની ચકાસણી કરતાં નકલી પ્રોડક્ટ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો.
આ પણ વાંચો : 13 શિક્ષકોના CCC-CCC+ પ્રમાણપત્ર બોગસ હોવાનો ઘટસ્ફોટ થતા શિક્ષણ જગતમાં હડકંપ
ADVERTISEMENT
પાંચ ઈસમ સામે ગુનો દાખલ
માહિતી અનુસાર તપાસમાં 7 લેપટોપ, 9 મોબાઇલ ફોન અને 105 પ્રોસેસર સહિત કુલ 170 જેટલી વસ્તુઓ મળી આવી હોવાનું કહેવાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વેન્ડર, ડિલિવરી સાથે જોડાયેલા વ્યક્તિઓ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.