બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખોળામાં 6 મહિનાની બાળકીને લઇ માતાએ પડતું મૂક્યું, મળ્યું મોત, અને બાળકી...!

નેશનલ / ખોળામાં 6 મહિનાની બાળકીને લઇ માતાએ પડતું મૂક્યું, મળ્યું મોત, અને બાળકી...!

Jinal Chauhan

Last Updated: 09:36 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 37 વર્ષની મહિલા સોફ્ટવેર એન્જિનિયરે પોતાની 6 મહિનાની બાળકીને ખોળામાં લઈને છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું.ઘટનામાં મહિલાનું મોત થયું, જ્યારે ચમત્કારિક રીતે બાળકીનો જીવ બચી ગયો.

આ ઘટના હૈદરાબાદના મિયાપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ ઈશા સાહુ તરીકે થઈ છે, જે વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈશા છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર માનસિક તણાવ અને ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાઈ રહી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પોલીસ હાલ પરિવારજનો અને નજીકના લોકોની પૂછપરછ કરીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ખોળામાં બાળકીને લઈને છઠ્ઠા માળેથી પડતું મૂક્યું

માહિતી અનુસાર મિયાપુરના મયૂરી નગર વિસ્તારમાં આવેલા 'લક્ષ્મી પ્રેસ્ટિજ એપાર્ટમેન્ટ'માં રહેતી ઈશા સાહુએ પોતાની 6 મહિનાની દીકરીને ખોળામાં લઈને છઠ્ઠા માળેથી નીચે કૂદી પડી હતી. આ પગલાથી સમગ્ર એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માતાનું મોત, બાળકીનો ચમત્કારિક બચાવ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ નીચે પડતી વખતે બાળકી ઈશાના હાથમાંથી છટકી ગઈ હતી અને થોડે દૂર જઈ પડી હતી. તેના કારણે બાળકીને ગંભીર ઈજા પહોંચી નહોતી. બીજી તરફ ઈશાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હોસ્પિટલમાં સારવાર બાદ બાળકી સુરક્ષિત

ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ડૉક્ટરોએ જણાવ્યું છે કે બાળકીને સામાન્ય ઈજાઓ થઈ છે અને હવે તે જોખમની બહાર છે.

vtv hiring

આ પણ વાંચોઃ ''પત્ની સાથે વાત ન કરવી એ...'', આત્મહ*ત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બદલ્યો HCનો ફેંસલો

માનસિક તણાવ કારણ હોવાની આશંકા

પોલીસના જણાવ્યા મુજબ ઈશા લાંબા સમયથી ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવાની ગંભીર સમસ્યાથી પરેશાન હતી. પૂરતી ઊંઘ ન મળવાને કારણે તે ભારે માનસિક તણાવમાં રહેતી હતી. પ્રાથમિક તપાસમાં આ જ કારણસર તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ ચાલુ

મિયાપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પરિવારજનો, પાડોશીઓ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mental Stress Hyderabad News Isha Sahu
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ