બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''પત્ની સાથે વાત ન કરવી એ...'', આત્મહ*ત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બદલ્યો HCનો ફેંસલો

નેશનલ / ''પત્ની સાથે વાત ન કરવી એ...'', આત્મહ*ત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બદલ્યો HCનો ફેંસલો

Jinal Chauhan

Last Updated: 08:15 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની સાથે 13 દિવસ સુધી વાત ન કરવી ક્રૂરતા ગણાય નહીં એવું મહત્વનું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટે કર્યું છે. આત્મહત્યા સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો રદ કરીને પતિને નિર્દોષ જાહેર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે વૈવાહિક વિવાદ અને આત્મહત્યાના એક કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું કે લગ્નજીવનમાં નાના-મોટા મતભેદ ક્યારેક થતી બોલાચાલી અથવા થોડા દિવસો સુધી વાતચીત ન થવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિને આપરાધિક ક્રૂરતા તરીકે ગણાવી શકાય નહીં.

જાણો શું છે કેસ?

આ કેસ જયેશ કન્નન અને તેમની પત્ની સંગીતા સાથે સંબંધિત છે. બંનેના લગ્ન 2 નવેમ્બર 2014ના રોજ થયા હતા. લગ્નના થોડા જ દિવસો બાદ 29 નવેમ્બર 2014એ જયેશ નોકરી માટે ઓમાનના મસ્કટ શહેરમાં પરત ફર્યા હતા. ત્યારબાદ સંગીતા પોતાના પિયર ગઈ હતી. 31 જાન્યુઆરી 2015ના રોજ સંગીતાએ આત્મહત્યા કરી લીધી હતી.સંગીતાના પિયર પક્ષનો આરોપ હતો કે પિયર ગયા બાદ જયેશે પત્ની સાથે ફોન પર વાતચીત બંધ કરી દીધી હતી.

સતત 13 દિવસ સુધી પતિનો સંપર્ક ન થતાં સંગીતા માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી અને અંતે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ આધારે ટ્રાયલ કોર્ટે જયેશને IPCની કલમ 498A હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. બાદમાં મદ્રાસ હાઇકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.

પતિએ કરી આવી દલીલ

જોકે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે કેસની વિગતવાર સુનાવણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે મહિલાનો પિયર પક્ષ પતિ સામે કોઈ મજબૂત અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.કોર્ટે જણાવ્યું કે માત્ર વોટ્સએપ મેસેજ ન આવવાના આધારે એવું સાબિત થઈ શકતું નથી કે બંને વચ્ચે કોઈ વાતચીત જ નહોતી થઈ. ફોન કોલ દ્વારા પણ સંપર્ક થઈ શકે છે. પતિએ દલીલ કરી હતી કે પત્નીનો ફોન ખરાબ હોવાથી તેણે સસરા સાથે વાત કરી હતી પરંતુ આ દાવાને ખોટો સાબિત કરવા માટે કોઈ કોલ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો નહોતો.

vtv hiring

આ પણ વાંચોઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, બેફામ બસ ચાલક ટક્કર મારીને ફરાર!

સુપ્રીમ કોર્ટે વધુમાં નોંધ્યું કે 2 નવેમ્બરથી 29 નવેમ્બર 2014 દરમિયાન બંને સાથે રહ્યા હતા પરંતુ તે સમયગાળા દરમિયાન પત્નીને કોઈ પ્રકારની હેરાનગતિ, ત્રાસ કે ક્રૂર વર્તન થયું હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નહોતા.કોર્ટે અગાઉના એક મહત્વપૂર્ણ ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ક્રૂરતા સાબિત કરવા માટે સતત, વારંવાર અથવા ગંભીર પ્રકારના વર્તનની જરૂર પડે છે. સામાન્ય વૈવાહિક મતભેદો, નાના ઝઘડા અથવા થોડા દિવસોની ચુપ્પીને ક્રૂરતા ગણાવી શકાય નહીં.

આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માત્ર 13 દિવસ સુધી વાત ન થવાને આધારે પતિને પત્નીની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. કોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રદ કરીને જયેશ કન્નનને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Court Verdict Husband Wife Case
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ