બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ગુજરાતથી લઇને UP સુધી..., આજે એકસાથે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

photo-story

9 ફોટો ગેલેરી

વેધર અપડેટ / ગુજરાતથી લઇને UP સુધી..., આજે એકસાથે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Last Updated: 08:08 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather : ગુજરાતથી લઈને યુપી સુધી વરસાદી માહોલ : દેશના 20થી વધુ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી

1/9

photoStories-logo

1. અનેક રાજ્યોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ તેજ

Gujarat Weather : દેશભરમાં ચોમાસા પહેલાં જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ તેજ બનતા વરસાદ, તેજ પવન અને વીજળી સાથેના વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગે આજે દેશના આશરે 20 જેટલા રાજ્યો માટે એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. દિલ્હી-UPમાં શું છે સ્થિતિ?

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હવામાન અચાનક બદલાતા તંત્ર સતર્ક બન્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક શહેરોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. ગુજરાતમાં વાતાવરણ પલટાશે ?

ગુજરાતમાં ચોમાસા પહેલાં જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને પવનની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. ખેડૂતો માટે પણ આ હવામાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે ચોમાસાના આગમનની તૈયારીઓ તેજ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. આજે ગુજરાતમાં પણ વરસાદની આગાહી

આજે એટલે કે 13 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. 14 જૂને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

14 જૂનના રોજ પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ દિવસભર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. 15 જૂને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી

15 જૂને પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે ચોમાસા પૂર્વે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. 16 જૂને દક્ષિણ ભાગમાં વરસાદની આગાહી

16 જૂનના રોજ પણ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. બિહાર-ઝારખંડમાં વરસાદની આગાહી

બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી વચ્ચે સ્થાનિક તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને વીજળી પડવાનો ખતરો પણ દર્શાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ હવામાનનું ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારોમાં હવામાન વધુ અસ્થિર રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. પર્વતીય રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ

પર્વતીય રાજ્યોમાં પણ વરસાદી માહોલ રહેશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને કેટલાક સ્થળોએ કરા પડવાની સંભાવના છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ અને પૂર્વ ભારત પણ વરસાદી અસરથી અછૂત નથી. કેરળથી લઈને ઓડિશા અને ઉત્તર-પૂર્વના રાજ્યો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ સક્રિય રહે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Monsoon Update Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ