બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એજબેસ્ટનમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 નો શંખનાદ

T20 World Cup / એજબેસ્ટનમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 નો શંખનાદ

Pravin Joshi

Last Updated: 12:47 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ક્રિકેટ જગતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 (Women's T20 World Cup 2026) ઇંગ્લેન્ડના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે શરૂ થઈ ગયો છે.

મહિલા ક્રિકેટની દુનિયામાં એક નવો ઈતિહાસ રચવા માટે ઇંગ્લેન્ડની ધરતી સજ્જ થઈ ગઈ છે. શુક્રવારે રાત્રે બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. મેચ શરૂ થતાં પહેલાં આયોજિત ઓપનિંગ સેરેમનીમાં બ્રિટિશ થિયેટર અને મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સે પોતાની કલાના રંગ વિખેર્યા હતા, જેને જોઈને સ્ટેડિયમમાં હાજર હજારો પ્રશંસકો ઝૂમી ઉઠ્યા હતા. લંડનના વોટરલૂ બ્રિજ પર આયોજિત એક ભવ્ય પ્રમોશનલ ઇવેન્ટમાં તમામ 12 ટીમોના કેપ્ટનોની હાજરીમાં આ મેગા ટૂર્નામેન્ટનું સત્તાવાર લોન્ચિંગ અગાઉ કરવામાં આવ્યું હતું.

ઓપનિંગ સેરેમનીમાં 'વિક્ડ' મ્યુઝિકલનો જાદુ

આ ભવ્ય ઓપનિંગ સેરેમનીનું મુખ્ય આકર્ષણ વિશ્વપ્રસિદ્ધ હિટ મ્યુઝિકલ 'વિક્ડ' ના વેસ્ટ એન્ડ કલાકારોની લાઈવ પરફોર્મન્સ હતી. સ્ટેજ પર પ્રખ્યાત થિયેટર કલાકાર એમ્મા કિંગ્સ્ટન અને જીજી સ્ટ્રેલેન અનુક્રમે આઇકોનિક પાત્રો 'એલ્ફાબા' અને 'ગ્લિંદા' ના રૂપમાં પ્રગટ થયા હતા. બંને કલાકારોએ પોતાની શાનદાર ગાયકી અને ડાન્સ મૂવ્સ દ્વારા એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં જાદુઈ માહોલ બનાવી દીધો હતો. ભારતીય સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે આ રંગારંગ કાર્યક્રમનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને હોટસ્ટાર એપ્લિકેશન પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન મેચ: શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ઓપનિંગ સેરેમની પૂર્ણ થયા બાદ ટૂર્નામેન્ટની પ્રથમ હાઈ-વોલ્ટેજ મેચમાં યજમાન ઇંગ્લેન્ડ અને એશિયન ચેમ્પિયન શ્રીલંકા આમને-સામને આવ્યા છે. શ્રીલંકાની સુકાની ચમારી અથાપથુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને દેશોની પ્લેઇંગ ઇલેવન (Playing XI) નીચે મુજબ છે:

ઇંગ્લેન્ડ મહિલા ટીમ: નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એમી જોન્સ (વिकेटકીપર), ડેની વ્યાટ-હોજ, એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેનિયલ ગિબ્બન, ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન, લિન્સે સ્મિથ, લોરેન બેલ.

શ્રીલંકા મહિલા ટીમ: ચમારી અથાપથુ (કેપ્ટન), વિશમી ગુણરત્ને, ઇમેશા દુલાની, હર્ષિતા સમરવિક્રમા, હંસિમા કરુણારત્ને, કવિશા દિલહારી, નીલાક્ષિકા સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટ કીપર), સુગંધિકા કુમારી, મલ્કી મદારા, મિતાલી અયોધ્યા.

ટૂર્નામેન્ટનો ઈતિહાસ અને નવી ટીમોનું આગમન

આ વખતનો ટી20 વર્લ્ડ કપ કદ અને ટીમોની સંખ્યાની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ છે. વર્ષ 2024 ના વર્લ્ડ કપની સરખામણીએ આ વખતે આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સની ટીમોએ પણ ક્વોલિફાય કર્યું છે. નેધરલેન્ડ્સની ટીમ પોતાના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા ટી20 વર્લ્ડ કપ રમવા મેદાને ઉતરી રહી છે.

ઓસ્ટ્રેલિયા: આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે અત્યાર સુધીમાં કુલ 6 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. કાંગારુ ટીમ આ વખતે પોતાનો સાતમો ખિતાબ જીતવા મેદાને ઉતરશે.

ન્યૂઝીલેન્ડ: કીવી ટીમ વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન (મોજુદા ચેમ્પિયન) છે. તેણે વર્ષ 2024 ના ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે? ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની તાત્કાલિક બેઠક

14 જૂને ભારત-પાક હાઈવોલ્ટેજ જંગ

મેજબાન ઇંગ્લેન્ડના વિવિધ શહેરો જેવા કે બર્મિંગહામ, મેન્ચેસ્ટર, લીડ્સ, બ્રિસ્ટલ અને સાઉથમ્પટન ખાતે ફેન્સ માટે સ્ટ્રીટ ક્રિકેટ અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ફેન્સની નજર રવિવાર, 14 જૂન પર ટકેલી છે, જ્યારે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે રમીને પોતાના મિશનની શરૂઆત કરશે. ગયા વર્ષે જ વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ભારતીય ટીમ આ વખતે પોતાનું પ્રથમ મહિલા ટી20 વર્લ્ડ કપ ટાઈટલ જીતીને નવો ઈતિહાસ રચવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં પરસેવો પાડી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20WorldCup2026 Edgbaston WomensT20WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ