બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ એક જ વારમાં ₹6 લાખ કરોડ કમાયા

બિઝનેસ / શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ એક જ વારમાં ₹6 લાખ કરોડ કમાયા

Jinal Chauhan

Last Updated: 11:29 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સમજૂતીની ખબર આવતા ભારતીય શેરબજારમાં શુક્રવારે જબરદસ્ત તેજી જોવા મળી. કાચા તેલના ભાવ ઘટતા રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો અને બજાર ખુલતાની સાથે જ લાખો કરોડ રૂપિયાની સંપત્તિમાં વધારો થયો.

શુક્રવારની સવારે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીએ તેજીની ઉડાન ભરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી થવાની જાહેરાત કરતાં વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ બન્યો. આ સમાચારના કારણે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો, જે ભારત જેવા આયાત આધારિત દેશ માટે સારા સંકેત માનવામાં આવે છે. પરિણામે રોકાણકારોએ ભારે ખરીદી કરી અને બજારમાં સર્વત્ર લીલોતરી જોવા મળી.

અમેરિકા-ઈરાન સમજૂતીની આશાથી શેરબજારમાં જોરદાર ઉછાળો

શુક્રવારે ભારતીય શેરબજારમાં ધમાકેદાર તેજી જોવા મળી. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 967 અંક ઉછળી 74,799ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ લગભગ 275 અંક વધીને 23,437ની ઉપર પહોંચી ગયો હતો.આ તેજીનો સીધો ફાયદો રોકાણકારોને મળ્યો. બજાર ખુલ્યાના થોડા જ સમયમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ટ્રમ્પના નિવેદનથી બજારમાં ઉત્સાહ

આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન રહ્યું. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી પર સહમતિ બની ગઈ છે અને ટૂંક સમયમાં તેના પર સહી થઈ શકે છે. આ સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ વેપાર માર્ગ ફરીથી સરળતાથી કાર્યરત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

કાચા તેલના ભાવમાં ઘટાડો

સમજૂતીની સંભાવનાથી વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં નરમાઈ જોવા મળી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી લગભગ 88 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો. કાચા તેલના ભાવ ઘટવાથી ભારત માટે આયાત ખર્ચ ઓછો થવાની શક્યતા રહે છે, જે અર્થતંત્ર માટે સકારાત્મક ગણાય છે.

નાના અને મધ્યમ શેરોમાં પણ ખરીદી

માત્ર મોટી કંપનીઓના શેરોમાં જ નહીં પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી. નિફ્ટી 50માં લાર્સન એન્ડ ટુબ્રો (L&T), શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોએ ઉત્તમ પ્રદર્શન કર્યું. બજારમાં કુલ 531 શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે માત્ર 72 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.38 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 1.61 ટકા વધ્યો હતો.

Share Market

કયા સેક્ટર રહ્યા આગળ?

રિયલ્ટી, ઓટો અને મીડિયા સેક્ટરના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. જોકે આઈટી, હેલ્થકેર અને ફાર્મા સેક્ટરના શેરો પર થોડું દબાણ જોવા મળ્યું હતું.

vtv hiring

આ પણ વાંચોઃ હવે આવશે અપટ્રેન્ડ? સોના ચાંદીમાં મોટો ઉછાળો, MCX પર સોનું 1663 રૂપિયા વધ્યું

રૂપિયામાં પણ મજબૂતી

શેરબજારની તેજી વચ્ચે ભારતીય રૂપિયામાં પણ સુધારો નોંધાયો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો 37 પૈસા મજબૂત થઈ 95.38ના સ્તરે ખુલ્યો હતો. અગાઉના સત્રમાં રૂપિયો 95.75 પર બંધ થયો હતો. રૂપિયાની મજબૂતી આયાતકારો માટે રાહતના સમાચાર સમાન છે.

એશિયાઈ બજારોની સ્થિતિ

એશિયાના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ લગભગ 2000 અંક ઉછળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 8 ટકાથી વધુ મજબૂત બન્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 467 અંક વધ્યો હતો. બીજી તરફ તાઇવાનના શેરબજારમાં 682 અંકનો ઘટાડો નોંધાયો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Iran Deal Sensex Today Nifty Rally
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ