બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: આંસુઓ, યાદો અને નવા સંકલ્પો વચ્ચે પીડિતોને શ્રદ્ધાંજલિ
Last Updated: 12:14 PM, 12 June 2026
Ahmedabad Plane Crash 1 Year : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી AI-171 વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અકસ્માતનો ભોગ બનતા સેંકડો પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે સમયનો આ અંતરાલ પણ તેમના ઘાવોને ભરી શક્યો નથી. પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
દુર્ઘટના સ્થળે પરિવારજનોની ભાવુક હાજરી
પ્લેન ક્રેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મૃતકોના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓ દુર્ઘટના સ્થળ નજીક એકત્રિત થયા હતા. અહીં તેમણે પોતાના સ્વજનોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ADVERTISEMENT
Ahmedabad Plane Crash 1 Year : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ભાઈ આકાશને ગુમાવનાર કાજલ પટણીનું દુઃખ છલકાયું
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે આ દુઃખ હજુ પણ એટલું જ તાજું છે. દુર્ઘટનામાં પોતાના ભાઈ આકાશને ગુમાવનાર કાજલ… pic.twitter.com/GgG033ijyn
કાર્યક્રમ દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને પોતાના પ્રિયજનો સાથે જોડાયેલી યાદોને તાજી કરી હતી.
ADVERTISEMENT
Ahmedabad Plane Crash 1 Year : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતક દીકરાના પિતા સુરેશ પટણી થયા ભાવુક, જુઓ શું કહ્યું ? #AhmedabadPlaneCrash #ahmedabadplanecrash #1Year #Tribute #AirIndia #Remembering #ahmedabad #meghaninagar #civilhospital #gujarat #vtvdigital pic.twitter.com/jlu4GqfGFy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
Ahmedabad Plane Crash 1 Year : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને પરિવારે પાઠવી શ્રદ્ધાંજલિ, જુઓ Video#AhmedabadPlaneCrash #1Year #Tribute #AirIndia #Remembering #ahmedabad #meghaninagar #civilhospital #gujarat #vtvdigital pic.twitter.com/GPGBPJhXT8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
બ્રિટિશ હાઇ કમિશનર દ્વારા શ્રદ્ધાંજલિ
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં બ્રિટન સાથે સંકળાયેલા અનેક મુસાફરોના પણ જીવ ગયા હોવાથી બ્રિટિશ પ્રતિનિધિમંડળે પણ ઘટનાને યાદ કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમરોને અમદાવાદ પહોંચી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનના અન્ય સભ્યો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પુષ્પ અર્પણ કરીને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને યાદ કર્યા હતા.
બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમરોન અમદાવાદ આવી વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમરોએ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ… pic.twitter.com/5dFULSJQxs
ADVERTISEMENT
CM ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કર્યા
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. ઘટનાની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે વિજય રૂપાણીના જાહેર જીવન, તેમના નિર્ણાયક નેતૃત્વ અને ગુજરાતના વિકાસ માટે કરેલા યોગદાનને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપાણીનું જાહેર જીવન રાજ્યના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની સેવાઓ હંમેશા યાદ રહેશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિએ તેમને ભાવભરી સ્મરણાંજલિ અર્પણ કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2026
સ્વ. વિજયભાઈનું સૌમ્ય, સંવેદનશીલ અને સાદગીભર્યું વ્યક્તિત્વ, ગુજરાતની વિકાસયાત્રામાં પારદર્શક અને નિર્ણાયક નેતૃત્વ થકી તેઓએ આપેલું યોગદાન, તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની…
દુર્ઘટના સ્થળ બનશે આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં એક સમયે દુઃખદ ઘટના બની હતી, તે સ્થળને હવે સમાજ માટે ઉપયોગી કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારને "આરોગ્ય મંદિર" અને "શિક્ષણ મંદિર" તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સરકારે ન્યૂ મેન્ટલ કેમ્પસ વિસ્તારમાં રૂ. 547 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આરોગ્ય અને શિક્ષણ સંબંધી પ્રોજેક્ટ્સ વિકસાવવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ વિસ્તાર રાજ્યના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ હબ તરીકે ઉભરી આવશે.

Ahmedabad Plane Crash 1 Year : પ્લેન ક્રેશમાં માતાને ગુમાવનાર દીકરી કિંજલ થઇભાવુક#AhmedabadPlaneCrash #ahmedabadplanecrash #1Year #Tribute #AirIndia #Remembering #ahmedabad #meghaninagar #civilhospital #gujarat #vtvdigital pic.twitter.com/bznYXeysCS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભરાય એવો ઘાવ બની ગયો હતો. એક વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો માટે એ દિવસની યાદો એટલી જ જીવંત છે. જોકે રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ હવે આ દુઃખદ સ્થળને વિકાસ, સેવા અને માનવ કલ્યાણના કેન્દ્રમાં ફેરવવાના પ્રયાસો કરી રહી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને સન્માન આપવાનો આ એક અનોખો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / વિમાન દુર્ઘટનાએ પુત્ર તો છીનવ્યો, પરંતુ બાદમાં આવ્યું જીવનનું અજાણ્યું સત્ય
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ક્રેશ દુર્ઘટનાના એવાં 15 પરિવાર, જેઓ સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન સ્વીકારી શક્યાં
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.