બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:17 AM, 12 June 2026
ફિરોઝાબાદ નજીક ગુરુવાર સાંજે શતાબ્દી એક્સપ્રેસ પર થયેલા પથ્થરમારાથી રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. જે કોચ પર પથ્થરમારો થયો હતો તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોચનું કાચ તૂટી ગયું હતું, પરંતુ કોઈ મુસાફરને ઇજા પહોંચી નહોતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ આરપીએફ, જીઆરપી અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું હતું. હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
લખનઉથી નવી દિલ્હી જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ પર ગુરુવાર સાંજે ફિરોઝાબાદ નજીક અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ટ્રેનના એક કોચનું કાચ તૂટી ગયો હતો. ખાસ વાત એ છે કે જે કોચને નિશાન બનાવાયો હતો તેમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. જોકે, આ ઘટનામાં તેમને અથવા અન્ય કોઈ મુસાફરને કોઈ ઈજા પહોંચી નહોતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ રેલવે સુરક્ષા દળ (આરપીએફ), રાજકીય રેલવે પોલીસ (જીઆરપી) અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ ઘટનાસ્થળની માહિતી મેળવી અને કોચની તપાસ કરી હતી.સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોહન ભાગવતને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા નહોતા.
#WATCH | Firozabad, Uttar Pradesh: Regarding the stone-pelting incident involving the Shatabdi Express,
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 11, 2026
DSP Aditya Langh says, At approximately 7:15 AM, near the border area of the South and Rasulpur police station jurisdictions, information was received that a train… https://t.co/3fhmNO9Bey pic.twitter.com/2303L1oOu5
ADVERTISEMENT
અધિકારીઓએ કોચમાં જઈને તેમની સાથે વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટ્રેનને થોડા વિલંબ સાથે નવી દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નોકરી આપનારી 13 ફેક વેબસાઇટ્સ પર FBIનો સકંજો, બ્લોક કરાઇ આ કંપનીઓ
ઘટના બાદ આરપીએફ અને GRPની સંયુક્ત ટીમોએ સંબંધિત રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પથ્થરમારો કરનાર વ્યક્તિઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ઉપરાંત ટ્રેકની આસપાસ રહેતા લોકો અને સંભવિત સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ પથ્થરમારો કોણે અને શા માટે કર્યો તેની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઘટનાના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.