બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 160થી વધુ પીડિત પરિવારોના વકીલોની નજર AAIBના રિપોર્ટ પર!

Ahmedabad Plane Crash / 160થી વધુ પીડિત પરિવારોના વકીલોની નજર AAIBના રિપોર્ટ પર!

Nidhi Panchal

Last Updated: 09:30 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં તેના સાચા કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. હવે પીડિત પરિવારોના વકીલો અને સમગ્ર વિશ્વની નજર AAIBના ટેકનિકલ રિપોર્ટ પર ટકેલી છે.

અમદાવાદમાં ગયા વર્ષે બનેલી એર ઈન્ડિયાની AI-173 ફ્લાઈટ દુર્ઘટનાનાં કારણોને લઈને અનેક પ્રશ્નો હજુ પણ અનુત્તરિત છે. આ દુર્ઘટનાના 160થી વધુ પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકાની બીસ્લી એલન લો ફર્મના એવિયેશન વકીલ માઈક એન્ડ્રુઝે જણાવ્યું છે કે તેમની ટીમનું સમગ્ર ધ્યાન દુર્ઘટનાના મૂળમાં રહેલાં ટેકનિકલ કારણો શોધવા પર કેન્દ્રિત છે.

Plane-Crash

વિમાન રન-વે પરથી ટેકઓફ માટે ઉડાન

એન્ડ્રુઝે જણાવ્યું કે ઉપલબ્ધ વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓના અભ્યાસ પરથી એવું જણાય છે કે વિમાન રન-વે પરથી ટેકઓફ માટે ઉડાન ભરતાં પહેલાં જ તેની રેમ એર ટર્બાઈન (RAT) સિસ્ટમ કાર્યરત થઈ ગઈ હતી. તેમના જણાવ્યા અનુસાર આ બાબત અત્યંત મહત્વની છે, કારણ કે પ્રાથમિક તપાસ અહેવાલમાં દર્શાવાયેલી ફ્યૂઅલ સ્વિચ સંબંધિત ઘટનાક્રમ પહેલાં જ RAT સક્રિય થઈ ગઈ હોવાનું પુરાવાઓ સૂચવે છે.

દુર્ઘટનાનું સાચું કારણ પણ સ્પષ્ટ

તેમણે કહ્યું કે શરૂઆતથી જ હું માનું છું કે RAT સિસ્ટમ સમય પહેલાં કેમ કાર્યરત થઈ તે સમજાઈ જશે તો દુર્ઘટનાનું સાચું કારણ પણ સ્પષ્ટ થઈ જશે. આ અત્યંત જટિલ ટેકનિકલ સિસ્ટમ છે. તેથી કોઈ પૂર્વધારણા બાંધી લીધા વિના ખુલ્લા મનથી તપાસ કરવી જરૂરી છે.

ટેકનિકલ ખામીઓ જ દુર્ઘટનાનું મુખ્ય કારણ

એન્ડ્રુઝના જણાવ્યા મુજબ હવે તેમની ટીમને પહેલા કરતાં વધુ વિશ્વાસ છે કે વિમાનમાં ઊભી થયેલી ટેકનિકલ ખામીઓ જ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એવી માહિતી પણ સામે આવી છે કે ટેક્સિંગ દરમિયાન વિમાનનું ટ્રાન્સપોન્ડર થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ તે ફરી કાર્યરત થયું હતું.

સિસ્ટમમાં કોઈ મોટી સમસ્યા સર્જાઈ

એન્ડ્રુઝે જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ માત્ર ટેકનિકલ ખામી હતી કે પછી સિસ્ટમમાં કોઈ મોટી સમસ્યા સર્જાઈ હતી અને તેને રિસેટ કરવામાં આવી હતી. ઉપરાંત લેન્ડિંગ ગિયર અંદર ખેંચાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ તે વચ્ચે જ અટકી ગઈ હતી. આ પણ મહત્વપૂર્ણ સંકેત છે. ત્યાર બાદ ફ્યૂઅલ સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ, જે વધુ ગંભીર બાબત છે. અમે આ તમામ લક્ષણો અને તેમના પરસ્પર સંબંધોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

બહુપ્રતિક્ષિત ટેકનિકલ અહેવાલની રાહ

બીજી તરફ અમેરિકાની ચિઓનુમા લો ફર્મના એવિયેશન વકીલ ચક ચિઓનુમાએ જણાવ્યું કે તેમની ટીમ હવે ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના બહુપ્રતિક્ષિત ટેકનિકલ અહેવાલની રાહ જોઈ રહી છે. 160થી વધુ પીડિત પરિવારોના વકીલોની નજર AAIBના રિપોર્ટ પર ટકેલી છે. RAT સિસ્ટમ અને અન્ય ટેકનિકલ ખામીઓ અંગેની તપાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

અંતિમ તપાસ અહેવાલ જાહેર

તેમણે કહ્યું કે નિયમો અનુસાર દુર્ઘટનાના એક વર્ષની અંદર વચગાળાનો અથવા અંતિમ તપાસ અહેવાલ જાહેર થવો જોઈએ. અમને આશા છે કે આ અહેવાલ વહેલી તકે બહાર આવશે. આ રિપોર્ટ દુર્ઘટનાનાં ટેકનિકલ પાસાંઓને સમજવામાં મદદ કરશે તેમજ કાનૂની જવાબદારી કોની બને છે તે નક્કી કરવામાં પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

plane-crash-6

સંબંધિત પક્ષો દ્વારા પીડિત પરિવારો

ચિઓનુમાએ દુર્ઘટના બાદ સંબંધિત પક્ષો દ્વારા પીડિત પરિવારો સમક્ષ રજૂ કરવામાં આવતા 'રિલીઝ એન્ડ ઈન્ડેમ્નિટી બોન્ડ' અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની ટીમ જે પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આવા દસ્તાવેજો પર સહી ન કરવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ આવા બોન્ડ પર સહી કરવામાં આવે તો સંબંધિત પક્ષોને વિવિધ પ્રકારની કાનૂની જવાબદારીઓમાંથી સુરક્ષા મળી શકે છે, જ્યારે હકીકતોનો સંપૂર્ણ ખુલાસો તો ટેકનિકલ તપાસ અહેવાલ બહાર આવ્યા બાદ જ થશે.

આ પણ વાંચો : એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

વકીલોએ માહિતી મેળવવામાં આવતી મુશ્કેલીઓ અને પીડિત પરિવારોને મળતા સંસ્થાકીય સહકારના અભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના કહેવા મુજબ સામાન્ય રીતે એરલાઇન્સ આવા સંજોગોમાં પરિવારો સાથે સંકલન માટે વિશેષ અધિકારીની નિમણૂક કરતી હોય છે, પરંતુ આ કેસમાં ગૂંચવણ અને ચિંતાને ઘટાડવા માટે વધુ અસરકારક વ્યવસ્થા થઈ શકી હોત. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ અનેક પ્રશ્નો યથાવત્ છે અને હવે સૌની નજર AAIBના અંતિમ ટેકનિકલ અહેવાલ પર ટકેલી છે, જે કદાચ આ ભયાનક દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારી અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash AAIB Report RAT System
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ