બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / માત્ર પાંચ મહિનામાં રૂપિયા ડબલ! Tataના આ શેરે તો કમાલ કરી દીધો

બિઝનેસ / માત્ર પાંચ મહિનામાં રૂપિયા ડબલ! Tataના આ શેરે તો કમાલ કરી દીધો

Pravin Joshi

Last Updated: 08:03 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક સૈન્ય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે કાચા તેલની કિંમતો આકાશને આંબી રહી છે, જેના લીધે વૈશ્વિક શેરબજાર સહિત ભારતીય સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે કડાકો અને ઉથલપાથલ જોવા મળી રહી છે.

વૈશ્વિક મોરચે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે શેરબજાર છેલ્લા લાંબા સમયથી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. કાચા તેલના ભાવમાં અસ્થિરતાને લીધે મોટાભાગના ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો કે, બજારની આ ભયાનક મંદી અને વેચવાલીની વચ્ચે પણ ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની તેજસ નેટવર્ક્સના શેરે માર્કેટના તમામ નકારાત્મક પ્રવાહોને પલટી નાખીને રોકાણકારો પર પ્રોફિટનો બમ્પર વરસાદ કર્યો છે. આ સ્ટોકમાં નાણાં રોકનારા રોકાણકારોને શેરબજારના કડાકાની કોઈ જ નકારાત્મક અસર થઈ નથી.

stock Market (1)

માત્ર 5 મહિનામાં રોકાણકારો બન્યા માલામાલ: 98% નું વળતર

જો આપણે તેજસ નેટવર્ક્સના શેરની તાજેતરની સફર પર નજર કરીએ, તો જાન્યુઆરી મહિનાના અંતમાં આ શેરની કિંમત અંદાજે 294 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. જે માત્ર 5 મહિનાના ગાળામાં આશ્ચર્યજનક રીતે વધીને આ ગુરુવારે 584 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ હિસાબે ટાટાના આ શેરે પોતાના રોકાણકારોને માત્ર પાંચ મહિનામાં જ અંદાજે 98 ટકા જેટલું બમ્પર અને મજબૂત વળતર (Return) આપ્યું છે, જેનાથી રોકાણકારોની મૂડી લગભગ બમણી થઈ ગઈ છે.

Stock Market

2020થી અત્યાર સુધી 1743 ટકાનું મલ્ટીબેગર રિટર્ન!

તેજસ નેટવર્ક્સનો ટ્રેક રેકોર્ડ લાંબા ગાળાના રોકાણકારો માટે પણ સોનાની ખાણ સાબિત થયો છે. 3 એપ્રિલ, 2020 ના રોજ આ શેરની કિંમત શેરબજારમાં માત્ર 31 રૂપિયા હતી. ત્યારથી લઈને અત્યાર સુધીના ગાળામાં આ શેરે તેના રોકાણકારોને 1743 ટકા જેટલું અધધ કહી શકાય તેવું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેરના ભાવમાં કુલ 542 રૂપિયાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. ગુરુવારે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે આ શેર ભારે તેજી સાથે 549 રૂપિયા પર ઓપન થયો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન તેમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવતા તે 584.70 રૂપિયાની હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. જો કે, માર્કેટ બંધ થવાના સમયે તે થોડો નીચે આવીને 4.23 ટકાના વધારા સાથે 574.10 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં આવેલી આ શાનદાર તેજીને કારણે કંપનીનું કુલ બજાર મૂલ્ય વધીને 9980 કરોડ રૂપિયા થઈ ગયું છે.

asian-stock-market

વિશ્વના 75 થી વધુ દેશોમાં ફેલાયેલો છે બિગ બિઝનેસ

ટાટા ગ્રુપની આ પેટાકંપની મુખ્યત્વે ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં કાર્યરત છે. તેજસ નેટવર્ક્સ અત્યાધુનિક ઓપ્ટિકલ અને હાઈ-સ્પીડ ડેટા નેટવર્કિંગ પ્રોડક્ટ્સનું મોટા પાયે મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની દ્વારા બનાવવામાં આવતા હાઈ-ટેક ઉત્પાદનોનો ઉપયોગ ટેલિકોમ નેટવર્કમાં ઘણી મહત્વની જગ્યાઓ પર થાય છે, જેમાં મુખ્યત્વે મોબાઈલ સેલ ટાવર, ગ્લોબલ ડેટા સેન્ટર્સ અને મોટા ટેલિકોમ એક્સચેન્જો સામેલ છે.

વધુ વાંચો : ICC રેન્કિંગ્સમાં ટીમ ઇન્ડિયા ટોપ પર યથાવત, એન્યુઅલ અપડેટ બાદ પહેલા નંબરે

હાલમાં તેજસ નેટવર્ક્સ વિશ્વના 75 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસની નિકાસ (સેલ) કરે છે. કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માર્ચ 2025 ના સત્તાવાર શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, કંપનીના પ્રમોટર્સ પાસે આ કંપનીમાં 50 ટકા કરતા પણ વધુની બહુમતી હિસ્સેદારી રહેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TataGroupShares MultibaggerStock TejasNetworks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ