બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / દુર્ઘટનાને એક વર્ષ, છતાંય વડોદરાનો મહેશ્વરી પરિવાર આઘાતમાં, માતા કહે, ''દીકરો આઠ વાગે...''
Last Updated: 08:42 PM, 11 June 2026
2025માં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારને મોટા જખમ આપી દીધા છે. આ ઘટનાને નજરે નિહાળનારા લોકો આજે પણ રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી, જ્યારે અનેક પરિવારો પોતાના વહાલસોયાને ગુમાવવાના આઘાતમાંથી હજુ બહાર આવી શક્યા નથી. આવી જ એક કરુણ કહાની વડોદરાના મહેશ્વરી પરિવારની છે, જે આજે પણ પોતાના જુવાનજોધ દીકરાની યાદમાં તૂટી પડ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા ચાર ભાઈના સંયુક્ત મહેશ્વરી પરિવારનો સૌથી મોટો પુત્ર ભાવિક મહેશ્વરી પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે ઉત્સાહિત હતો. કોર્ટ મેરેજ કર્યા બાદ તે લંડન જવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યો માટે આ એક ખુશીની ક્ષણ હતી, કારણ કે ભાવિક પોતાના ભવિષ્યના સપનાઓને સાકાર કરવા માટે વિદેશ જઈ રહ્યો હતો. પરંતુ કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ મુસાફરી તેના જીવનની અંતિમ મુસાફરી સાબિત થશે.
ADVERTISEMENT
અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ભાવિકનું પણ મોત થયું હતું. પોતાના જુવાન દીકરાને ગુમાવ્યા બાદ મહેશ્વરી પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, છતાં પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ સુકાયા નથી. ખાસ કરીને માતા-પિતા હજુ પણ એ વાત સ્વીકારી શકતા નથી કે તેમનો દીકરો હવે તેમની વચ્ચે નથી. પરિવાર આજે પણ ભાવિકની યાદોને સંભાળીને જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ દરેક દિવસ તેમના માટે એક નવી પીડા લઈને આવે છે.

ADVERTISEMENT
પરિવારના સભ્યો કહે છે કે આ દુર્ઘટના વિશ્વની સૌથી ભયંકર દુર્ઘટનાઓમાંની એક હતી. કારણ કે તેમાં જીવ ગુમાવનારા મોટાભાગના લોકો 20થી 35 વર્ષની વયજૂથના હતા. અનેક યુવાનો પોતાના સપનાઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શક્યા નહીં. આ ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ અનેક પરિવારોના ભવિષ્યને ખંડિત કરી નાખનાર દુર્ઘટના હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ
મહેશ્વરી પરિવાર આજે પણ સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે વિમાનના બ્લેક બોક્સની મદદથી દુર્ઘટનાના સાચા કારણો બહાર લાવવામાં આવે. પરિવારનું માનવું છે કે આ દુર્ઘટના કેમ બની અને તેની પાછળનું રહસ્ય શું હતું તે સમગ્ર દેશ સામે આવવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈપણ પરિવારને પોતાના વહાલસોયાને આવી રીતે ગુમાવવાનો વારો ન આવે. એક વર્ષ બાદ પણ મહેશ્વરી પરિવાર માટે ભાવિક માત્ર એક યાદ નથી, પરંતુ તેમના જીવનનો એવો ભાગ છે જેની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.