બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દવા કરાવવા પિયર ગયેલી પરિણીતાને સાસરિયાં પક્ષે કાઢી મૂકી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

ક્રાઈમ / દવા કરાવવા પિયર ગયેલી પરિણીતાને સાસરિયાં પક્ષે કાઢી મૂકી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Published By: Vishal Khamar

Last Updated: 05:03 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતી હિના (નામ બદલ્યું છે)એ પતિ સહિત સાસરિયાનાં પાંચ સભ્ય સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતી હિના (નામ બદલ્યું છે)એ પતિ સહિત સાસરિયાનાં પાંચ સભ્ય સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં હિનાએ પતિ ઈખ્તિયાર, સાસુ ઈસ્તિયાઝબાનુ, સસરા ઈકબાલ, દિયર ઈરશાદ અને નણંદ અફરોઝ સામે આક્ષેપ કર્યા છે.

2021માં સમાજના રીતરિવાજ મુજબ ઈખ્તિયાર સાથે બીજાં લગ્ન થયાં

ફરિયાદ મુજબ, હિનાના વર્ષ 2021માં સમાજના રીતરિવાજ મુજબ ઈખ્તિયાર સાથે બીજાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ શરૂઆતના ચાર મહિના સુધી પતિ અને સાસરિયાંએ તેને સારી રીતે રાખી હતી. જોકે, ત્યારબાદ ઘરકામની બાબતોને લઈને સાસરિયાં હિનાને વારંવાર ઠપકો આપવા લાગ્યા હતાં. આ ઉપરાંત તેની સાથે મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બ્રેઝા કાર-9 મોબાઈલ સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત, જૂનાગઢના મેંદરડામાં દારૂની મહેફીલ ઝડપાઈ

કરાવવા આવવાની વાત કરી

દરમિયાન હિનાને દાદર થતાં સારવારની જરૂર પડી હતી. જેથી તેણે પતિ ઈખ્તિયારની પરવાનગી લઈને અમદાવાદમાં પોતાના પિયરમાં દવા કરાવવા આવવાની વાત કરી હતી. પતિની મંજૂરી બાદ હિના સારવાર માટે પિયરમાં આવી હતી. સારવાર કરાવ્યા બાદ હિના પોતાની માતા અને ભાઈ સાથે પરત સાસરીમાં ગઈ હતી. આ સમયે સાસરિયાના તમામ સભ્યે હિનાને ઘરમાં પ્રવેશવા દીધી નહોતી અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

domestic violence complaint Ahmedabad Ahmedabad domestic violence Rakhiyal woman police station

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ