બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન ચાલકોને રાહત! ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત પૂરી થયા બાદ 30 દિવસ સુધી માન્ય ગણાશે

નિર્ણય / વાહન ચાલકોને રાહત! ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત પૂરી થયા બાદ 30 દિવસ સુધી માન્ય ગણાશે

Published By: Hiralal Parmar

Last Updated: 04:44 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુદત પૂરી થયા પછી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ 30 દિવસ સુધી માન્ય ગણાય છે.

વાહનચાલકોને લાઈસન્સમાં એક મોટી રાહત મળી છે. અત્યાર સુધી તો મુદત પૂરી થયા બાદ તરત લાઈસન્સ રિન્યુ કરાવવું પડતું હતું પરંતુ તાજેતરના સરકારના સુધારા અનુસાર, સમાપ્તિ તારીખથી 30 દિવસ સુધી લાઈસન્સ માન્ય ગણાય છે.

મોટર વેહિકલ એક્ટમાં સુધારાની દરખાસ્ત

સરકારે મોટર વેહિકલ એક્ટમાં એક મહત્વનો સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. જે મુજબ, લાયસન્સની મુદ્દત પૂરી થયાં પછી એટલે કે લાઈસન્સની મુદત પૂરી થયા પછી 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપવા દરખાસ્ત કરાઈ છે. છૂટના આ સમયગાળા દરમિયાન લાઈસન્સ માન્ય ગણાશે.

સરકારે સુધારાની દરખાસ્ત રજૂ કરાઈ

આ દરખાસ્ત, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જિતિન પ્રસાદે લોકસભામાં રજૂ કરેલાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2026નો ભાગ છે. આ બિલમાં 23 મંત્રાલયો દ્વારા સંચાલિત 79 કેન્દ્રીય કાયદાઓમાં પણ સુધારો કરવાની દરખાસ્ત કરાઈ છે. બિલમાં કરાયેલી કુલ 784 જોગવાઈઓમાં સુધારાની દરખાસ્ત પૈકી 717 જોગવાઈઓને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે બિન-ગુનાઈત કરવા અંગે તથા 67 જોગવાઈઓ જીવન જીવવાની સરળતા વધારવાના સુધારાને લગતી છે.

કુલ 20 સુધારાનો હેતુ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એક્ટ હેઠળ સૂચવવામાં આવેલાં 20 સુધારાનો ઉદ્દેશ્ય મોટર વ્હીકલ કાયદા હેઠળના કેટલાક નિયમોમાં છૂટછાટ આપવાનો અને કાયદાકીય અસ્પષ્ટતાઓ દૂર કરવાનો છે.

વધુ વાંચો : VIDEO : લાલ કિલ્લા પર ભીડની વચ્ચે ગયા વડાપ્રધાન મોદી, વિદ્યાર્થીઓ સાથે મિલાવ્યો હાથ

પ્રસ્તાવિત સુધારાઓમાં શું શું છે?

આ પ્રસ્તાવિત સુધારાઓમાં વાહન નોંધણીની મંજૂરી આપવી, અને લાયસન્સની મુદત પૂરી થયા પછી રિન્યુઅલની તારીખથી પ્રભાવી ગણવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. બિલમાં વાહનોની નોંધણી રદ કરવાની જાણકારી આપવાની સમય મર્યાદા અને વીમા પ્રમાણપત્રના ટ્રાન્સફરના સંદર્ભમાં વીમા કંપનીને જાણ કરવાની મુદત 14 દિવસથી વધારીને 30 દિવસ કરવાની પણ દરખાસ્ત કરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Driving license Driving license NEWS

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ