ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે, પરંતુ મેચ ક્યારે શરૂ થશે તે જાણવું પણ જરૂરી છે. આ કપમાં ઇંગ્લેન્ડ યજમાન હોવાથી મોટાભાગની મેચો અંગ્રેજી સમય અનુસાર રમાશે. આથી ભારતીય સમય અનુસાર મેચનો સમય અને ભારતના મેચો ક્યારે જોઈ શકાય છે તે જાણવું ફેંસ માટે જરૂરી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઇન્ડિયા ગ્રુપ A માં છે. જેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ટીમ ઇન્ડિયા 14 જૂન રવિવારના રોજ પહેલી મેચ રમશે. મહિલા વર્લ્ડ કપ શુક્રવાર 12 જૂનથી શરૂ થશે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે છે. ભારતની મેચ પહેલા રવિવારે બીજી મેચ યોજાશે. ફાઇનલ 5 જુલાઈએ રમાશે.
- લોકલ સમય અને ભારતીય સમય વચ્ચે શું તફાવત ?
સ્થાનિક સમય મુજબ મેચ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે પરંતુ જો તમે ભારત, શ્રીલંકા અથવા બાંગ્લાદેશથી છો તો તમારે મેચ જોવા માટે મોડે સુધી જાગવું પડશે. તમે રાત્રે 11 વાગ્યે શરૂ થતી મેચ લાઇવ જોઈ શકશો. કેમ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4.5 કલાકનો સમય તફાવત છે. જ્યારે ઇંગ્લેન્ડમાં સાંજે 6:30 વાગ્યે હોય છે, ત્યારે ભારતમાં રાત્રે 11 વાગ્યા હોય છે. આથી બીજી ટીમોની અમુક મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યાથી જોવા મળશે.

- Women's T20 World Cup 2026 શેડ્યૂલ
- 12 જૂન શુક્રવાર, ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, 11:00 વાગ્યે, એજબેસ્ટન
- 13 જૂન શનિવાર સ્કોટલેન્ડ vs આયર્લેન્ડ, 3:00 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ
- 13 જૂન શનિવાર, ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, 7:00 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ
- 13 જૂન શનિવાર, વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, 11:00 વાગ્યે, હેમ્પશાયર
- 14 જૂન રવિવાર, બાંગ્લાદેશ vs નેધરલેન્ડ, 3:00 વાગ્યે, એજબેસ્ટન
- 14 જૂન રવિવાર, ભારત vs પાકિસ્તાન, 7:00 વાગ્યે, એજબેસ્ટન
- 16 જૂન મંગળવાર, ન્યૂઝીલેન્ડ vs શ્રીલંકા, 7:00 વાગ્યે, હેમ્પશાયર
- 16 જૂન મંગળવાર, ઇંગ્લેન્ડ vs આયર્લેન્ડ, 11:00 વાગ્યે, હેમ્પશાયર
- 17 જૂન બુધવાર, ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, 3:00 વાગ્યે, હેડિંગ્લે
- 17 જૂન, બુધવાર, ભારત vs નેધરલેન્ડ, સાંજે 7:00 વાગ્યે, હેડિંગ્લી
- 17 જૂન, બુધવાર, દક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાન, 11:00 વાગ્યે, એજબેસ્ટન
- 18 જૂન ગુરુવાર, વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ, 11:00 વાગ્યે, હેડિંગ્લી
- 19 જૂન શુક્રવાર, ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, 11:00 વાગ્યે, હેમ્પશાયર
- 20 જૂન શનિવાર, ઓસ્ટ્રેલિયા vs નેધરલેન્ડ, 3:00 વાગ્યે, હેમ્પશાયર
- 20 જૂન શનિવાર, પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, 7:00 વાગ્યે, હેમ્પશાયર
- 20 જૂન શનિવાર, ઇંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, 11:00 વાગ્યે, હેડિંગ્લી
- 21 જૂન રવિવાર વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકા, 3:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 21 જૂન રવિવાર, દક્ષિણ આફ્રિકા vs ભારત, 7:00 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ
- 23 જૂન મંગળવાર, ન્યૂઝીલેન્ડ vs સ્કોટલેન્ડ, 3:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 23 જૂન મંગળવાર, શ્રીલંકા vs પાકિસ્તાન, સાંજે 7:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 23 જૂન મંગળવાર, ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, રાત્રે11:00 વાગ્યે, હેડિંગ્લી
- 24 જૂન બુધવાર, ઇંગ્લેન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ, રાત્રે 11:00 વાગ્યે, લોર્ડ્સ
- 25 જૂન ગુરુવાર, ભારત vs બાંગ્લાદેશ, સાંજે 7:00 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ
- 25 જૂન ગુરુવાર, દક્ષિણ આફ્રિકા vs નેધરલેન્ડ, રાત્રે11:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 26 જૂન શુક્રવાર, શ્રીલંકા vs સ્કોટલેન્ડ, રાત્રે 11:00 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ
- 27 જૂન શનિવાર, પાકિસ્તાન vs નેધરલેન્ડ, 3:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 27 જૂન શનિવાર, વેસ્ટ ઇન્ડીઝ vs આયર્લેન્ડ, સાંજે 7:00 વાગ્યે, બ્રિસ્ટોલ
- 27 જૂન શનિવાર, ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ. 11:00 વાગ્યે, ઓવલ
- 28 જૂન રવિવાર, દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, બપોરે ૩:૦૦ વાગ્યે, લોર્ડ્સ
- 28 જૂન, રવિવાર, ઓસ્ટ્રેલિયા vs ભારત, સાંજે 7:00 વાગ્યે, લોર્ડ્સ
- 30 જૂન મંગળવાર સેમી-ફાઇનલ 1, સાંજે 7:00 વાગ્યે, ધ ઓવલ
- 2 જુલાઈ ગુરુવાર, સેમી-ફાઇનલ 2, 11:00 વાગ્યે, ધ ઓવલ
- 5 જુલાઈ રવિવાર, ફાઇનલ, 7:00 વાગ્યે લોર્ડ્સ
આમા સારી બાબત એ છે કે તમારે ભારતીય મહિલા ટીમની મેચ માટે મોડે સુધી જાગવાની જરૂર રહેશે નહીં. સ્થાનિક સમય મુજબ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, પરંતુ ભારતમાં તે સાંજે 7 વાગ્યા હશે. આ સિવાય સેમિફાઇનલ અને ફાઇનલ પણ બપોરના સમયે રીશેડ્યૂલ કરવામાં આવ્યા છે, જેથી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ