બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IND A vs AFG A: 44 રન ફટકાર્યા બાદ વૈભવને કર્યો આઉટ, જાણો કોણ છે અબ્દુલ્લા અહમદઝઈ

સ્પોર્ટ્સ / IND A vs AFG A: 44 રન ફટકાર્યા બાદ વૈભવને કર્યો આઉટ, જાણો કોણ છે અબ્દુલ્લા અહમદઝઈ

Jinal Chauhan

Last Updated: 02:47 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચે રમાયેલી ટ્રાઈ-નેશન સિરીઝની મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર આક્રમક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. જોકે 44 રનની શાનદાર ઇનિંગ બાદ તે અબ્દુલ્લા અહમદઝઈની સ્માર્ટ બોલિંગનો શિકાર બન્યો.

શ્રીલંકાના દાંબુલામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન A સિરીઝની બીજી મેચમાં ભારત Aના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઝડપી બેટિંગ કરીને અફઘાનિસ્તાન Aના બોલરો પર દબાણ બનાવ્યું હતું. માત્ર 22 બોલમાં 44 રન ફટકારી તેણે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેની ઇનિંગમાં 9 આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થયો હતો. એવું લાગી રહ્યું હતું કે વૈભવ મોટી ઇનિંગ રમશે પરંતુ અફઘાનિસ્તાનના યુવા ફાસ્ટ બોલર અબ્દુલ્લા અહમદઝઈએ તેને મહત્વપૂર્ણ સમયે આઉટ કરીને ભારત Aને મોટો ઝટકો આપ્યો હતો.

વૈભવ સૂર્યવંશીની તોફાની શરૂઆત

અફઘાનિસ્તાન Aના કેપ્ટન ઇમરાન મીરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત A તરફથી વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે ઇનિંગની શરૂઆત કરી હતી. શરૂઆતથી જ વૈભવે આક્રમક અંદાજ અપનાવ્યો અને અફઘાન બોલરોને દબાણમાં રાખ્યા. તેણે મેદાનના ચારે તરફ શોટ્સ ફટકારીને ઝડપી રન બનાવ્યા હતા.

Vaibhav Suryavanshi

કેવી રીતે થયો આઉટ?

મેચની સાતમી ઓવરની છેલ્લી બોલ પર અબ્દુલ્લા અહમદઝઈએ રાઉન્ડ ધ વિકેટ આવીને શોર્ટ બોલ ફેંક્યો હતો.

બોલ શરીરની નજીક આવતા વૈભવે તેને રેમ્પ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટના કિનારે લાગી ગયો. પરિણામે બોલ સીધો વિકેટકીપર ઇશાક રહીમીના હાથમાં ગયો અને વૈભવની ઇનિંગનો અંત આવ્યો.

vtv hiring

આ પણ વાંચોઃ ફૂટબોલ પ્રેમીઓ માટે ખુશખબર! 40 દિવસ સુધી 48 દેશો વચ્ચે જામશે વર્લ્ડ કપ ફૂટબોલનો મહાજંગ

આઉટ થયા બાદ નિરાશ દેખાયો વૈભવ

44 રન પર આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશી સ્પષ્ટપણે નિરાશ જોવા મળ્યો હતો. તે થોડો સમય ક્રિઝ પર ઉભો રહ્યો અને પછી પોતાની નારાજગી વ્યક્ત કરતાં પેવેલિયન તરફ પરત ફર્યો હતો. સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી ન શકવાને કારણે તે નિરાશ દેખાતો હતો.

કોણ છે અબ્દુલ્લા અહમદઝઈ?

વૈભવ સૂર્યવંશીને આઉટ કરનાર અબ્દુલ્લા અહમદઝઈ 22 વર્ષીય જમણા હાથનો ફાસ્ટ બોલર છે. તે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમ માટે અત્યાર સુધી 9 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં તેણે કુલ 13 વિકેટ ઝડપી છે અને યુવા પ્રતિભા તરીકે પોતાની ઓળખ બનાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India A vs Afghanistan A Abdullah Ahmadzai Vaibhav Suryavanshi
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ