બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટરને અમદાવાદમાં અટકાવાઈ, ઓગણજમાં ક્રાઈમ બ્રાંચ ઉતરી

ગુજરાત / કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટરને અમદાવાદમાં અટકાવાઈ, ઓગણજમાં ક્રાઈમ બ્રાંચ ઉતરી

Nidhi Panchal

Last Updated: 01:02 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં વિશાળ કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1111 ટ્રેક્ટર અને 20થી વધુ ખેડૂત સંગઠનોની હાજરી સાથે આ યાત્રા રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે.

અમદાવાદમાં આજે (15 જૂન) ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી અમે તેમને ઓગણજ ટોલ ટેક્સ સુધી જવાની જ મંજૂરી આપવામાં આવી છે.

trakter

અમદાવાદની શાંતિપુરા ચોકડીથી શરૂ

તેમ છતાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને આ યાત્રા અમદાવાદની શાંતિપુરા ચોકડીથી શરૂ થઈ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર દ્વારા કાયદાઓને બાજુએ મૂકીને ખેડૂતોની જમીન હડપ કરવામાં આવી રહી છે અને ખેડૂતોના હિતોને અવગણવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ કુલ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે.

વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદ

આ કિસાન અધિકાર યાત્રામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો પણ આ યાત્રામાં જોડાયા છે. તમામ ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો અહીં એકત્ર થયા બાદ ગાંધીનગર તરફ કૂચ કરવાની યોજના બનાવી હતી, જોકે રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપવામાં આવી નથી ફક્ત તેમને ઓગણજ ટોલ ટેક્સ સુધી જવાની જ મંજૂરી છે.

મહોત્સવ મેદાન સુધી પહોંચશે

શાંતિપુરા ચોકડીથી નીકળેલી આ રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી પહોંચશે, જ્યાં મોટી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ખેડૂતોના પ્રશ્નો, જમીન અધિગ્રહણ અને કૃષિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી ચૂકી છે. રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પોતે ટ્રેક્ટરનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં જોડાયા હતા, જ્યારે પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને સાથે બેસાડી ટ્રેક્ટર રેલીમાં ભાગ લીધો હતો. આ દૃશ્યો યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલી, સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો, મુખ્ય 5 માંગણીઓ

સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ

કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે. જેમાં ખેડૂતોની દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સંબંધિત પ્રશ્નો સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસનું કહેવું છે કે જો સરકાર ખેડૂતોની આ માંગણીઓને સ્વીકારશે નહીં તો ગાંધીનગર ખાતે ધરણા અને પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ સરકારને અલ્ટીમેટમ પણ આપવામાં આવશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ખેડૂતોના હકો અને હિતોની રક્ષા માટે આ કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી છે અને સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Gujarat Kisan Adhikar Yatra Congress Tractor Rally
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ