બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પોળના વારસાને જાળવવા હવે ચકાસણી વગર બાંધકામ-સમારકામને મંજૂરી નહીં

અમદાવાદ / પોળના વારસાને જાળવવા હવે ચકાસણી વગર બાંધકામ-સમારકામને મંજૂરી નહીં

Priykant Shrimali

Last Updated: 02:29 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad pols Old City : 6 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા વોલ્ડ સિટી વિસ્તાર તથા તેની બહારના બે કિલોમીટર પહોળા બફર ઝોનમાં હવે HIA રિપોર્ટ વિના કોઈ પણ વિકાસ પરવાનગી આપવામાં આવશે નહીં.

Ahmedabad pols Old City : વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જાળવી રાખવા અને વિકાસકાર્યોના કારણે ઐતિહાસિક વારસાને નુકસાન ના થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વોલ્ડ સિટી (ઓલ્ડ સિટી) અને તેની આસપાસના બફર ઝોનમાં હાથ ધરાતાં તમામ બાંધકામ, રિનોવેશન અને રિપેરિંગ કામો માટે હેરિટેજ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. નવી નીતિ અમલમાં આવે ત્યાં સુધી હાલ ચાલી રહેલા આશરે 20 પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી સ્થગિત કરાયા છે, જ્યારે નવી અરજીઓ પણ અટકાવી દેવામાં આવી છે.

શું કહ્યું AMC અધિકારીઓએ ?

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ આશરે 6 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા વોલ્ડ સિટી વિસ્તાર તથા તેની બહારના બે કિલોમીટર પહોળા બફર ઝોનમાં હવે HIA રિપોર્ટ વિના કોઈ પણ વિકાસ પરવાનગી આપવામાં આવશે નહીં. સરકારી અને ખાનગી એમ બંને પ્રકારના પ્રોજેક્ટ માટે આ નિયમ લાગુ પડશે. પ્રસ્તાવિત કામના કારણે ઇમારતના મૂળ સ્વરૂપ, માળખાકીય સુરક્ષા અથવા હેરિટેજ મૂલ્યને કોઈ અસર થાય છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. મોટા પ્રોજેક્ટ્સ અને હેરિટેજ ઇમારતોના મૂલ્યાંકન માટે એએમસી હેરિટેજ સંરક્ષણ નિષ્ણાતો અને વિશેષ અનુભવ ધરાવતા સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની પેનલ પણ તૈયાર કરશે.

અમદાવાદને 8 જુલાઈ, 2017ના રોજ યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ વોલ્ડ સિટીમાં આવેલી લગભગ 200 હેરિટેજ હવેલીઓ અને મકાનોના સમારકામને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 100 જેટલાં કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે.

રી-એક્ટિવ મોનિટરિંગ

આ વર્ષે 18 માર્ચે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટર અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સની સંયુક્ત ટીમ ચાર દિવસીય ‘રિએક્ટિવ મોનિટરિંગ મિશન’ હેઠળ અમદાવાદની મુલાકાતે આવી હતી. ટીમે તપાસ કરી હતી કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવનાર ‘આઉટસ્ટેન્ડિંગ યુનિવર્સલ વેલ્યૂ’નું સંરક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત બાદ જ HIA ફરજિયાત બનાવવાનો નિર્ણય ઝડપી લેવાયો છે. ટીમે ખાસ કરીને ત્રણ મોટા પ્રોજેક્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશનના પુન‌િર્વકાસને હેરિટેજ કોર વિસ્તાર માટે સીધો ખતરો ગણાવી સ્વતંત્ર HIA રિપોર્ટ તૈયાર ના થાય ત્યાં સુધી સંબંધિત ઝોનિંગ ફેરફારો અટકાવવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'સમય આવશે ત્યારે ખબર પડી જશે' સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓને અડફેટે લીધાં

નવા હેરિટેજ વોકરૂટનું નિરીક્ષણ

દાણાપીઠ ખાતેના મલ્ટિલેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન પ્રોજેક્ટમાં ઊંચાઈ ત્રણ મીટર ઘટાડવા છતાં વાહનોની અવરજવર વધવાથી હેરિટેજ વિસ્તાર પર પ્રતિકૂળ અસર થઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ગીતામંદિર જીએસઆરટીસી બસ ટર્મિનલ પ્રોજેક્ટ દરમિયાન બિનસૂચિબદ્ધ હેરિટેજ દીવાલને નુકસાન પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા હોવાથી તેની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી. યુનેસ્કોની ટીમે હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન અને સુધારેલી અર્બન ડિઝાઇન ગાઇડલાઇન્સ જેવા બે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધીમી પ્રગતિ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન ભદ્ર કિલ્લો, સરદાર પટેલ મ્યુઝિયમ અને પ્રસ્તાવિત નવા હેરિટેજ વોક રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

old city Ahmedabad heritage of the Pol
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ