બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડા થયું જળબંબાકાર, 4 કલાકમાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો
Last Updated: 01:15 PM, 19 June 2026
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પ્રબળ બનતાં ગત રાતથી મેઘરાજાએ બેટિંગ કરવી શરૂ કરી દીધી છે. તેમાં પણ ખેડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેડાના ગલતેશ્વર તાલુકામાં 4 કલાકમાં 2.91 ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.
ADVERTISEMENT
ચોમાસાની ધમાકાર એન્ટ્રીની સાથે જ નાગરિકોએ પ્રચંડ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો. 19 જૂને વહેલી સવારે છોટા ઉદેપુર, અમરેલી અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી. હવામાન વિભાગના આંકડાઓ મુજબ 4 સવારના 4 કલાકમાં 46 તાલુકામાં વરસાદ વરસ્યો.
આજે વહેલી સવારે 6 વાગ્યેથી ખેડાના ગલતેશ્વર તાલુકામાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો, પંચમહાલના કાલોલ તાલુકામાં 4 કલાકમાં 2.52 ઈંચ વરસાદ વરસ્યો હતો, પંચમહાલના ગોધરા તાલુકામાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો, છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વહેલી સવારે 2.20 ઈંચ વરસાદ વરસ્યો, પંચમહાલના મોરવા હડફ તાલુકામાં 4 કલાકમાં 1.81 ઈંચ વરસાદ વરસ્યો, પંચમહાલના ઘોઘંબા તાલુકામાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો, વડોદરાના દેસરમાં 1.30 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંના દેસર, દાહોદ, દાહોદના ફતેપુરા, અને ગોવિંદ ગુરુ લિંબડીમાં 24MM વરસાદ વરસ્યો હતો.
ADVERTISEMENT
ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
આ પણ વાંચો- અહીં પારણું બાંધો, તો તમારા ઘરે પણ બંધાય પારણું, ગુજરાતની ચમત્કારિક જગ્યા, જ્યાં વગર ચોમાસે વહે છે ઝરણું
ADVERTISEMENT
હવામાનની આગાહીમાં દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાકને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ 61 થી 87 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી ગતિવિધિઓ સક્રિય રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.