બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં વિધિવત્ ચોમાસું પ્રવેશવાના કોઈ અણસાર નહીં, હવામાન વિભાગની મોટી આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 03:08 PM, 19 June 2026
1/6
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે રાજ્યમાં હજુ સુધી ચોમાસાની સત્તાવાર એન્ટ્રીના કોઈ સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા નથી.
2/6
3/6
મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ પણ જોવા મળી શકે છે.
4/6
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના છે.
5/6
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં સ્થિર છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ફરી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. જોકે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થશે તે અંગે હજુ કોઈ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ