બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં આત્મહત્યા કરનારી પરિણીતાનો મૃતદેહ સ્વીકારવા પિયર-સાસરિયાંનો ઈન્કાર
Last Updated: 03:54 PM, 19 June 2026
ઘટના છે સુરતની જ્યાં એક યુવતીને પ્રેમ કરવાની એવડી મોટી સજા મળી જાણે તેણે કોઈ દેશદ્રોહ કર્યો હોય. મૃત્યુ પછી દેશદ્રોહીના પણ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, કહેવાય છે મૃત્યુ પછી માણસના બધા અપરાધો માફ થઇ જતા હોય છે. પરંતુ શું સુરતની આ દીકરીએ પ્રેમ લગ્ન કરી આટલું મોટું પાપ કર્યું હતું? શું માન, મોભો અને ઈજ્જત દીકરીના પાર્થિવ દેહથી પણ વધુ મહત્વના હોય છે?
ADVERTISEMENT
ઘટનાની વિગત એવી છે કે 4 મહિના પહેલાં સુરતમાં રહેતી એક યુવતીના પતિનું અવસાન થયું હતું, બંનેએ પ્રેમ લગ્ન કર્યાં હતાં અને આ યુવતીનો પરિવાર આ લગ્નની તદ્દન વિરુદ્ધ હતો. લગ્ન પછી બંનેને ઘરે એક દીકરીનો જન્મ પણ થયો. પરંતુ નસીબની એવી કઠણાઈ કે ચાર મહિના પહેલાં યુવતીનો પતિ અવસાન પામ્યો હતો, જેના વિરહમાં આ યુવતીએ પોતાની 2 વર્ષની દીકરીની સામે જ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું.
આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
ADVERTISEMENT
હવે સાસરિયાં અને પિયર બંને પક્ષોએ આ દીકરીનો પાર્થિવ દેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી છે. 3 દિવસથી સુરતની આ દીકરીનો મૃતદેહ સ્મિમેરના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો છે. પોતાની જ દીકરીનો મૃતદેહ સ્વીકારતા પહેલાં શું આ યુવતીના માતા-પિતાનું હ્રદય ધ્રુજી નહિ ઉઠ્યું હોય? શું માન-મોભાની ઘેલછા વ્યક્તિને એટલી કઠોર બનાવી દેતી હોય છે કે તેની આંખમાંથી સંતાનના મૃત્યુ પછી એક આંસુ પણ ના ટપકે? ત્યારે કાળજું કંપાવી દે એવો સવાલ ઉઠે છે કે શું માતા-પિતા બંનેને ગુનાવી બેસનાર 2 વર્ષની માસૂમ દીકરીનો હાથ કોઈ નહિ થામે?
અત્યારે સુરત પોલીસ સાસરિયાં પક્ષ અને પિયર પક્ષ બંનેને સમજાવવાની કોશિશ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.