બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પાણી ભરાયેલા સ્થળોએ નહીં લાગે લાઈટનો કરન્ટ, AMCએ નવો પ્રયોગ શરુ કર્યો

ચોમાસુ / અમદાવાદમાં પાણી ભરાયેલા સ્થળોએ નહીં લાગે લાઈટનો કરન્ટ, AMCએ નવો પ્રયોગ શરુ કર્યો

Vishal Khamar

Last Updated: 05:15 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસા દરમ્યાન અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેમજ તે પાણીમાં વીજ કરંટના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. જેને લઈ એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના વોટર લોગિંગ સ્પોટ તરીકે ઓળખાતા સ્થળોએ વીજપોલમાં ખાસ MCB (મિનીએચર સર્કિટ બ્રેકર) ડિવાઇસ લગાવવામાં આવ્યા છે.

AMCના આ પ્રયોગનો મુખ્ય હેતુ વરસાદી પાણીમાં વીજ કરંટ ફેલાવાની સંભાવના દૂર કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. નવી વ્યવસ્થા મુજબ, કોઈ વિસ્તારમાં આશરે 18 ઇંચ જેટલું પાણી ભરાય ત્યારે MCB ડિવાઇસ આપમેળે સક્રિય થઈ વીજપોલનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરી દેશે.

અકસ્માતોને અટકાવવામાં મદદ મળશે

પાવર સપ્લાય બંધ થતાં પાણીમાં વીજ પ્રવાહ ફેલાવાનો ખતરો નહીં રહે અને કરંટ લાગવાથી થતા અકસ્માતોને અટકાવવામાં મદદ મળશે. AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના સંવેદનશીલ અને વારંવાર પાણી ભરાતા વિસ્તારોમાં આ ડિવાઇસ પ્રાથમિક તબક્કે સ્થાપિત કરવામાં આવ્યા છે.

વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે ગયા ચોમાસા દરમિયાન અમદાવાદમાં વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને AMCએ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નવી પહેલ અમલમાં મૂકી છે.

આ પણ વાંચોઃ ચોમાસું કેમ અટવાયું? શું કામ નથી વધતું આગળ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

AMCને આશા છે કે આ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ચોમાસા દરમિયાન વીજ કરંટથી થતી જાનહાનિ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને શહેરવાસીઓને વધુ સુરક્ષિત વાતાવરણ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Ahmedabad Ahmedabad News, Monsoon Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ