બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / તોડફોડ અને ધમકી કેસના આરોપીને ભાજપે આપ્યો હોદ્દો, નિર્ણયને લઈને ઉઠ્યા સવાલ

વડોદરા / તોડફોડ અને ધમકી કેસના આરોપીને ભાજપે આપ્યો હોદ્દો, નિર્ણયને લઈને ઉઠ્યા સવાલ

Kalpesh Kandoria

Last Updated: 06:24 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં તોડફોડ અને ધમકીના કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા વ્યક્તિને ભાજપ દ્વારા સંગઠનમાં હોદ્દો સોંપાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

વડોદરા જિલ્લામાં તોડફોડ અને ધમકીના કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા કલ્પેશ દલસાણીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. જિલ્લા ભાજપ દ્વારા કલ્પેશ દલસાણીયાની વડોદરા તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કલ્પેશ દલસાણીયા સામે લામડાપુરા ગામમાં તોડફોડ અને ગ્રામજનોને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને તેમની ધરપકડ પણ કરી હતી. જોકે, ધરપકડ થયાના માત્ર ચાર દિવસ બાદ જ તેમને ભાજપના સંગઠનમાં હોદ્દો આપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિક લોકોમાં આ નિર્ણયને લઈને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા વ્યક્તિને પક્ષ દ્વારા જવાબદારી સોંપવાના નિર્ણય અંગે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો- જામખંભાળિયાઃ 3 શખ્સની ધરપકડ, 1 કરોડની એમ્બરગ્રીસ, કસ્તૂરી અને સિંહના નખ જપ્ત

કલ્પેશ દલસાણીયાની નિમણૂક બાદ વિરોધીઓ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે તોડફોડ અને ધમકી જેવા ગંભીર આરોપો વચ્ચે સંગઠનમાં મહત્વનું સ્થાન આપવાનો નિર્ણય શું સંદેશ આપે છે.

ઉલ્લેખનીય છે કે, લામડાપુરા ગામમાં બનેલી ઘટનાને લઈને પોલીસે અગાઉ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે ધરપકડના ગણતરીના દિવસોમાં જ આરોપીને સંગઠનમાં હોદ્દો મળતા સમગ્ર મામલે સવાલો ઉઠી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara kalpesh dalsaniya vadodara bjp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ