બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:01 PM, 19 June 2026
વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ 'ફીફા વર્લ્ડ કપ 2026'માં મેદાન પર એકથી ચડિયાતા મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં હાલમાં જ ડીઆર કાંગોની ટીમે શક્તિશાળી પોર્ટુગલને 1-1 ની બરાબરી પર રોકીને એક બહુ મોટો ઉલટફેર સર્જ્યો હતો. પરંતુ, આ મેગા ટૂર્નામેન્ટમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પણ સ્ટેડિયમમાં હાજર કેટલાક ખાસ પ્રશંસકો (Fans) પણ લાઈમલાઈટ ચોરી રહ્યા છે. શુક્રવારના રોજ મેક્સિકો અને સાઉથ કોરિયા (South Korea) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન કેમેરામેનની નજર એક એવી હસીના પર પડી, જેના ગ્લેમરસ લુક અને અનોખા અંદાજે આખી દુનિયાના ફૂટબોલ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે.
ADVERTISEMENT
🚨 WATCH: Thehtowngirl's reaction to Mexico's goal against South Korea! 🤯🇲🇽
— World Cup 2026 (@WorldCupMedia_) June 19, 2026
"MEXICOOOOO!" 🗣️🔥https://t.co/aLU4jyimVE
ADVERTISEMENT
મેક્સિકો અને દક્ષિણ કોરિયા વચ્ચેનો આ મુકાબલો તેના ચરમસીમા પર પહોંચી ગયો હતો. મેચની 50 મી મિનિટે મેક્સિકોના સ્ટાર ખેલાડી લુઈસ રોમોએ એક શાનદાર અને આક્રમક ગોલ દાગ્યો હતો. આ ગોલ થતાંની સાથે જ આખું સ્ટેડિયમ ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. બરાબર આ જ સમયે કેમેરાની નજર મેક્સિકોની એક સુંદર ફેન ગર્લ પર ગઈ, જેણે આ ગોલની ખુશીમાં હવામાં ઉછળીને એટલા બોલ્ડ અને અદ્ભુત અંદાજમાં સેલિબ્રેશન કર્યું કે સ્ટેડિયમમાં હાજર અન્ય લોકો પણ મેચ છોડીને તેને જ જોતા રહી ગયા હતા. ત્યારથી જ ઇન્ટરનેટ પર આ 'મિસ્ટ્રી ગર્લ' કોણ છે, તેને લઈને શોધખોળ શરૂ થઈ ગઈ હતી.
Mexican fans are the best !! #FIFA pic.twitter.com/qHrJPxwhZB
— Lai Sports World (Meme) (@allrounderzjy) June 12, 2026
ADVERTISEMENT
હવે આ રહસ્યમય સુંદરી પરથી પડદો ઉઠી ગયો છે અને તેનું સાચું નામ ઓલિવિયા બેથલ (Olivia Bethel) હોવાનું સામે આવ્યું છે. ઓલિવિયાની આસપાસ બેઠેલા લોકો પણ તેનો જોશ અને ક્રેઝી સેલિબ્રેશન જોઈને દંગ રહી ગયા હતા. ઓલિવિયાએ પોતે આ ખાસ પળનો વીડિયો અને તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે, જે જોતજોતામાં વાયરલ થઈ ગયા છે. ઓલિવિયાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નજર કરીએ તો તે મેક્સિકો ફૂટબોલ ટીમની બહુ મોટી અને ક્રેઝી ફેન છે. તે અવારનવાર મેક્સિકોની ટીમને સપોર્ટ કરતી ગ્લેમરસ તસવીરો અને વીડિયોઝ અપલોડ કરતી રહે છે. આ વર્લ્ડ કપ વાયરલ વીડિયો બાદ તેની લોકપ્રિયતા આકાશ આંબી રહી છે અને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેને આશરે 18 લાખ (1.8 Million) થી વધુ લોકો ફોલો કરે છે.
આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
ADVERTISEMENT
ઓલિવિયાની લોકપ્રિયતાની સાથે-સાથે મેક્સિકોની ટીમ પણ ચાલુ ફીફા વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 2 મેચ રમી છે અને બંનેમાં ધમાકેદાર જીત હાંસલ કરી છે. યજમાન મેક્સિકોએ પોતાની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા (South Africa) સામે રમી હતી, જેમાં તેમણે 2-0 થી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, દક્ષિણ કોરિયા સામેની બીજી મેચમાં પણ મેક્સિકોએ 1-0 થી મેચ પોતાના નામે કરી લીધી હતી. હવે આ મજબૂત ટીમ પોતાની આગામી મેચ 25 જૂનના રોજ ચેકિયા સામે રમવા માટે મેદાનમાં ઉતરશે, જ્યાં ફરી એકવાર ઓલિવિયા બેથલ આકર્ષણનું કેન્દ્ર બને તેવી પૂરી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.