બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'કડક મિજાજના નેતા છે' ટ્રમ્પે ફરી એક વાર પ્રધાનમંત્રી મોદીના કર્યા વખાણ

પ્રશંસા / 'કડક મિજાજના નેતા છે' ટ્રમ્પે ફરી એક વાર પ્રધાનમંત્રી મોદીના કર્યા વખાણ

Pravin Joshi

Last Updated: 05:35 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિના સંદર્ભમાં ભારતની મજબૂત લીડરશીપની પ્રશંસા કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યંત સખત, નિર્ણાયક અને મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતા નેતા ગણાવ્યા છે.

વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે ભારતની વધતી જતી તાકાતનો સ્વીકાર ફરી એકવાર સુપર પાવર અમેરિકાએ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિ પર ખુલ્લેઆમ ચર્ચા કરતી વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ બંને નેતાઓને દુનિયાના એવા પ્રભાવશાળી નેતાઓ તરીકે ગણાવ્યા છે, જેમની કાર્યશૈલીના તેઓ વ્યક્તિગત રીતે સૌથી મોટા પ્રશંસક છે. ટ્રમ્પના મતે, બંને નેતાઓ પોતાના દેશોના હિત માટે અત્યંત પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે પણ તેમની છબી લોખંડી છે.

trump-normal

શી જિનપિંગ ફોકસ્ડ અને પીએમ મોદી સખત મિઝાજના નેતા: ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ એક એવા કુશળ નેતા છે જે સંપૂર્ણપણે પોતાના કામ પર કેન્દ્રિત (Focused) રહે છે અને દરેક આંતરરાષ્ટ્રીય મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી હેન્ડલ કરે છે. બીજી તરફ, ભારતના પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી અત્યંત સખત (Tough), નિર્ણાયક (Decisive) અને અદભૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતા પાવરફુલ લીડર છે. તેઓ દેશહિતમાં કડક નિર્ણયો લેવામાં જરાય અચકાતા નથી.

આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે પીએમ મોદીના આ પ્રકારે વખાણ કર્યા હોય. આ પૂર્વે ફ્રાન્સ (France) માં યોજાયેલી G7 શિખર સંમેલન (G7 Summit) દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમના વ્યક્તિત્વના ભારોભાર વખાણ કર્યા હતા. તે સમયે એક સત્તાવાર લંચ દરમિયાન ટ્રમ્પે રમુજી પરંતુ માનભર્યા અંદાજમાં કહ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલો શાંત સ્વભાવનો નથી. પીએમ મોદી વિપરીત પરિસ્થિતિઓમાં પણ એકદમ શાંત, સંયમિત અને બેહદ પ્રભાવશાળી રહે છે, જ્યારે મારો સ્વભાવ તેમનાથી તદ્દન અલગ છે."

ગાઝામાં શાંતિ સ્થાપવા માટે પીએમ મોદીને મોકલ્યું આમંત્રણ

આ વૈશ્વિક પ્રશંસાની વચ્ચે એક બહુ મહત્વના રાજકીય સમાચાર પણ સામે આવ્યા છે. ભારતમાં તૈનાત અમેરિકી રાજદૂત સર્જિયો ગોરએ સોશિયલ મીડિયા પર એક અત્યંત મહત્વપૂર્ણ સત્તાવાર દસ્તાવેજ શેર કર્યો છે. આ દસ્તાવેજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલું એક વિશેષ આમંત્રણ પત્ર છે, જેમાં પીએમ મોદીને 'ગાઝા બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટર (X) પર લખ્યું કે, "વડાપ્રધાન @narendramodi ને બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ (@POTUS) નું સત્તાવાર આમંત્રણ શેર કરતા મને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે. આ બોર્ડ ગાઝા (Gaza) વિસ્તારમાં લાંબા ગાળાની અને કાયમી શાંતિ લાવવા માટે ઐતિહાસિક કામ કરશે. આ આંતરરાષ્ટ્રીય બોર્ડ પશ્ચિમ એશિયામાં સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક પ્રભાવશાળી શાસન વ્યવસ્થાને સંપૂર્ણ સમર્થન આપશે." અમેરિકાના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે મધ્ય-પૂર્વના દેશોના વિવાદો ઉકેલવામાં અને વૈશ્વિક શાંતિ સ્થાપવામાં ભારતની ભૂમિકા આગામી સમયમાં સૌથી મહત્વની રહેવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GazaBoardOfPeace PMModi DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ