બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રા 2026 પહેલાં કુલગામમાં સુરક્ષા કવાયત તેજ, સર્ચ ઓપરેશન અને મોક ડ્રિલ દ્વારા સતર્કતા વધારાઈ

National / અમરનાથ યાત્રા 2026 પહેલાં કુલગામમાં સુરક્ષા કવાયત તેજ, સર્ચ ઓપરેશન અને મોક ડ્રિલ દ્વારા સતર્કતા વધારાઈ

Nidhi Panchal

Last Updated: 02:11 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા 2026ને લઈને કાશ્મીર ખીણમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા ખાસ તૈયારી શરૂ કરવામાં આવી છે અને વિવિધ સ્તરે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

અમરનાથ યાત્રા 2026 પહેલાં કુલગામ જિલ્લામાં સુરક્ષા કવાયતને વધુ તેજ કરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લેતા હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા અગાઉથી જ તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આ જ અનુસંધાનમાં કુલગામ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને યાત્રાળુઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી શકે.

amarnath-logo

વિવિધ સ્થળોએ વિશેષ સુરક્ષા

કુલગામ પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વિવિધ સ્થળોએ વિશેષ સુરક્ષા રાખવામાં આવી છે. ખાસ કરીને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહન ચેકિંગની પ્રક્રિયાને વધુ સઘન બનાવવામાં આવી છે. હાઇવે પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ અથવા સુરક્ષા માટે જોખમરૂપ પ્રવૃત્તિઓને સમયસર ઓળખી શકાય.

સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા

આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને ત્યાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતી વધારવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

amarnath-yatra

પડકારોનો સામનો કરવા માટે મોક ડ્રિલનું પણ આયોજન

અમરનાથ યાત્રા દરમિયાન સંભવિત પડકારોનો સામનો કરવા માટે મોક ડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ સુરક્ષા દળોની તૈયારીનું મૂલ્યાંકન કરવો અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તેની ખાતરી કરવી છે. સુરક્ષા દળોએ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર અવરજવર કરતા વાહનોની તપાસ કરી અને સંવેદનશીલ વિસ્તારોમાં સતર્કતા વધારી છે. યાત્રા માર્ગ પર આવેલા મહત્વના સ્થળો પર પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રા શરૂ થાય તે પહેલાં તમામ સુરક્ષા વ્યવસ્થાઓનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, મોંઘવારીથી રાહત મળવાના સંકેત

આગામી અમરનાથ યાત્રા 2026 દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા માટે આ પગલા લેવામાં આવ્યા છે. પોલીસ, અર્ધલશ્કરી દળો, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સતત સંપર્ક અને માહિતીની આપ-લે કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે સંકલિત પ્રયાસો દ્વારા યાત્રાળુઓને વધુ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra Kulgam Police Security Drill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ