બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 PM, 18 June 2026
19 જૂને શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની ફિલ્મ કોકટેલ 2 રિલીઝ થશે. 2012 માં આવેલી ફિલ્મ કોકટેલ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. કોકટેલ 2 ના ટ્રેલર અને સોન્ગને ફીડબેક પોઝિટિવ મળ્યો છે. જોકે લોકોને આ ફિલ્મ વિશે અમુક વાંધા પણ છે. જેમાં સૌથી મોટું જોખમ એ લાગે છે કે તે પહેલી ફિલ્મની રિપેકેજ્ડ કોપી ના હોય.પણ કોકટેલ 2 ને એડવાન્સ બુકિંગમાં પોઝિટિવ ફીડબેક મળી રહ્યો છે અને ફિલ્મ મજબૂત શરૂઆત માટે તૈયાર લાગી રહી છે.
ADVERTISEMENT
SACNILC ના રિપોર્ટ મુજબ ગુરુવાર સાંજ સુધીમાં કોકટેલ 2 માટે બુક કરાયેલી એડવાન્સ ટિકિટોની સંખ્યા 12,3867 ની નજીક પહોંચી રહી છે. આ એડવાન્સ બુકિંગથી 4.21 કરોડ રૂપિયાથી વધુનું એડવાન્સ ગ્રોસ કલેક્શન થયું છે. બ્લોક-સીટેડ સીટો સાથે એડવાન્સ ગ્રોસ 6 કરોડ રૂપિયાની નજીક પહોંચવાની શક્યતા છે.
ADVERTISEMENT
#JabTalak song drops next Wednesday, 8th April 🍸
— Shahid Kapoor (@shahidkapoor) April 1, 2026
Cocktail 2 hits theatres on 19th June, 2026#Cocktail2 #MaddockFilms pic.twitter.com/3CeXwpFlvd
ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ BookMyShow પર પણ કોકટેલ 2 માટે બુકિંગ ઝડપથી વધી રહ્યું છે. આ રિપોર્ટ લખાય તે પહેલાંના કલાકમાં જ ફિલ્મની લગભગ 12,3867 ટિકિટો અગાઉથી બુક થઈ ગઈ હતી. દિલ્હી અને મુંબઈના ઘણા થિયેટરોમાં શુક્રવાર સાંજના શો ઝડપથી ભરાઈ રહ્યા છે. આ બાબત એ જણાવે છે કે A-રેટેડ કોકટેલ 2 ને યુવાનો તરફથી સારૂ ફીડબેક મળ્યો છે. ગુરુવાર સાંજ સુધીમાં ફિલ્મની એડવાન્સ કમાણી 7 કરોડથી થઇ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એડવાન્સ બુકિંગના આંકડાઓના આધારે કોકટેલ 2 શુક્રવારે 11 કરોડ અને 13 કરોડ રૂપિયાની વચ્ચે ખુલવાની તૈયારીમાં છે. 2012 માં રિલીઝ થયેલી કોકટેલ 11 કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે ખુલી હતી. આથી કોકટેલ 2 મૂળ ફિલ્મ કરતાં મોટી ઓપનિંગ માટે તૈયાર લાગે છે. પણ પહેલી ફિલ્મની સરખામણીમાં તેનું ઓપનિંગ કેટલું મોટું હશે તે કોકટેલ 2 ની સ્ટોરી પર આધાર રાખે છે. જો તેને સારા રીવ્યુ અને પોઝિટિવ વર્ડ મળે તો શરૂઆતના આંકડા વધુ ઊંચા હોઈ શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કોકટેલ 2 નું બજેટ 150 કરોડ છે. આથી સપ્તાહના અંતે કલેક્શનમાં વધારો કરવા માટે તેને માત્ર મોટી શરૂઆત જ નહીં પણ પહેલા દિવસે જ જોરદાર વર્ડ-ઓફ-માઉથની પણ જરૂર છે. આ ફિલ્મની કેપેસીટી કેટલી છે તે થોડા કલાકોમાં જ સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.